બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરીઝ માટે 16 સભ્યોની ભારતીય ટીમની થઈ મોટી જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું..

ટીમ ઇન્ડિયાનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ પૂર્ણ થયા બાદ તરત જ સમગ્ર ટીમ બાંગ્લાદેશના પ્રવાસ પર પહોંચી છે. બાંગ્લાદેશ પ્રવાસ પર હાલ વનડે સિરીઝ રમાઈ રહી છે. વનડે સિરીઝ બાદ 15 ડિસેમ્બરથી 26 ડિસેમ્બરની વચ્ચે બે મેચોની ટેસ્ટ શ્રેણી રમવાની છે. વનડે સિરીઝની પ્રથમ અને બીજી મેચમાં કારમી હાર મળી છે. જેથી આ સમગ્ર સિરીઝમાં બાંગ્લાદેશ 2-0 થી મોટી લીડ મેળવી છે. આગામી ત્રીજી મેચ આજે રમવાની છે.

તાજેતરમાં બીસીસીઆઈ દ્વારા બાંગ્લાદેશ વિરુદ્ધ 2 મેચોની ટેસ્ટ સિરીઝ માટે 16 સભ્યોની ટીમ ઇન્ડિયાની મોટી જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ 4 ડિસેમ્બરથી શરૂ થયો હતો. આ પ્રવાસમાં પ્રથમ ત્રણ મેચોની વન-ડે સિરીઝ 4 થી 10 ડિસેમ્બરની વચ્ચે રમાશે. ત્યારબાદ 15 થી 26 ડિસેમ્બર સુધીમાં બે મેચોની ટેસ્ટ શ્રેણી રમાશે. બાંગ્લાદેશ સામેની આ ટેસ્ટ સિરીઝ માટે કેપ્ટનનો ભાર ફરી એકવાર રોહિત શર્માના ખભા પર મૂકવામાં આવ્યો છે.

બાંગ્લાદેશ સામેની આ સિરીઝમાં વાઈસ કેપ્ટન તરીકેની મોટી જવાબદારી કેલ રાહુલને સોંપવામાં આવી છે. T20 વર્લ્ડ કપ પછી ફરી એક વાર રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. આ ટેસ્ટ સિરીઝ માટે બીસીસીઆઇ દ્વારા 16 સભ્યોની ટીમ ઇન્ડિયાની મોટી જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે આ ટેસ્ટ સીરીઝમાં કોને સ્થાન મળ્યું અને કોનું પત્તું કપાયું.

આ ટેસ્ટ સિરીઝ માટે મુખ્ય બેટ્સમેનો પર એક નજર કરીએ તો રોહિત શર્મા, કેએલ રાહુલ, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર જેવા મોટા સ્ટાર ખેલાડીઓનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે ફરી એકવાર રીષભ પંથ અને કે એસ ભરતને મોટું સ્થાન આપવામાં આવ્યું છે. આ ખેલાડીઓને બેટિંગની સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

ટીમ ઇન્ડિયાની બોલિંગ લાઈન વિશે નજર કરીએ તો રવિચંદ્રન અશ્વિન અને શાહબાઝ અહેમદને ઓલ રાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ફાસ્ટ બોલરો તરીકે અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે 16 સભ્યોની ભારતીય ટીમ : રોહિત શર્મા (C), કેએલ રાહુલ (WC), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), કે એસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *