શ્રીલંકા સામેની T-20 સિરીઝ માટે 16 સભ્યોની ભારતીય ટીમની મોટી જાહેરાત, આ ઘાતક ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન…
ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ તાજેતરમાં જ પૂર્ણ થયો છે. બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમ ઇન્ડિયાને વન-ડે સિરીઝમાં સફળતા મળી શકી નહીં પરંતુ ટેસ્ટ ટીમમાં મોટી સફળતા મળી હતી. બાંગ્લાદેશ પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયા ઘર આંગણે શ્રીલંકા સામે ત્રણ મેચોની T20 સિરીઝ અને 3 મેચોની વનડે સિરીઝ રમવા જઈ રહી છે.
તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા શ્રીલંકા સામેની T20 સિરીઝ માટે 16 સભ્યોની ભારતીય ટીમની મોટી જાહેરાત કરી છે. નવા વર્ષની શરૂઆતની સાથે જ 3 જાન્યુઆરીથી શ્રીલંકા સામે 3 મેચોની T20 સિરીઝ શરૂ થવા જઈ રહી છે. જેની પ્રથમ મેચ મુંબઈ ખાતે રમવા જઈ રહી છે. બાંગ્લાદેશ પ્રવાસમાં વનડે સિરીઝમાં નિષ્ફળતા બાદ ટીમ ઇન્ડિયામાં ઘણા બદલાવો કરવામાં આવ્યા છે.
ઘણા સિનિયર ખેલાડીઓને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. તો નવા યુવા ખેલાડીઓને ટીમનું ભવિષ્ય ગણીને મોટું સ્થાન આપવામાં આવ્યું છે. BCCI એ આ સિરીઝ માટે કેપ્ટનને લઈને મોટો નિર્ણય લીધો છે. હાર્દિક પંડ્યાને શ્રીલંકા સામેની સીરીઝમાં કેપ્ટનની કમાન સોંપવામાં આવી છે. સૂર્યકુમાર યાદવને શ્રીલંકા સામેની આ સિરીઝમાં વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તો રિષભ પંતને શ્રીલંકા પ્રવાસ માંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.
શ્રીલંકા સામેની આ T 20 સિરીઝમાં રોહિત શર્મા, કે એલ રાહુલ, વિરાટ કોહલી અને રિષભ પંતને બહાર કરવામાં આવ્યા છે. તો આ સાથે જ મુકેશકુમાર અને શિવમ માવી જેવા નવા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. રિષભ પંથના સ્થાને ઈશાનકિશન અને સંજુ સેમસનને વિકેટકીપર બેટ્સમેન તરીકે મોટી તક આપવામાં આવી છે. તો આ સાથે જ સૂર્ય કુમાર યાદવને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ટી20 સિરીઝ માટે 16 સભ્યોની ટીમ ઈન્ડિયા : હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, મુકેશ કુમાર, શિવમ માવી.