ભારત સામેની વન-ડે સિરીઝ માટે 15 ખેલાડીઓની ન્યૂઝીલેન્ડ ટીમની થઇ મોટી જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું…
ટીમ ઇન્ડિયા હાલ સમગ્ર સ્ટાફ સાથે બાંગ્લાદેશના પ્રવાસ પર છે. જ્યાં ત્રણ મેચોની વન-ડે સિરીઝ અને બે મેચોની ટેસ્ટ શ્રેણી હવે પૂર્ણ થવા આવી છે. ત્યારબાદ જાન્યુઆરીમાં ટીમ ઇન્ડિયા ઘર આંગણે શ્રીલંકા સામે અને ન્યૂઝીલેન્ડ સામે વનડે સિરીઝ રમવાની છે. ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ 26 ડિસેમ્બરથી પૂર્ણ થવા જઈ રહ્યો છે. T 20 વર્લ્ડ કપ બાદ વિશ્વની તમામ ટીમો દ્વીપક્ષીય દેશો વચ્ચે જુદી જુદી સિરીઝો રમી રહી છે.
વિશ્વની તમામ ટીમો આગામી વર્ષ 2023માં આવી રહેલ વન ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને મોટી તૈયારીઓ કરી રહી છે. બાંગ્લાદેશ પ્રવાસ બાદ તમને જણાવી દઈએ કે ટીમ ઇન્ડિયા 18થી 24 જાન્યુઆરીની વચ્ચે ઘર આંગણે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમવાની છે. આ ત્રણ મેચોનો વનડે સિરીઝ માટે તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા 15 ખેલાડીઓની ન્યૂઝીલેન્ડ ટીમની મોટી જાહેરાત કરી છે.
તમને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડ ટીમના જાહેર કરેલ 15 ખેલાડીઓમાં કેન વિલિયમસન અને ટીમ સાઉથીને સ્થાન આપવામાં આવ્યું નથી. ન્યૂઝીલેન્ડના આ બંને ઘાતક ખેલાડીઓ ભારત સામેની આ ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં જોવા મળશે નહીં. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે મેચ 18 જાન્યુઆરીના રોજ હૈદરાબાદ મુકામે રમાવવા જઈ રહી છે.
આ સિરીઝની બીજી વન-ડે મેચ 21 જાન્યુઆરીના રોજ રાયપુરમાં રમવાની છે. ત્યારબાદ ત્રીજી વન-ડે મેચ 24 જાન્યુઆરીના રોજ ઇન્દોર મુકામે રમાશે. ટીમ ઇન્ડિયાને આ વનડે સિરીઝમાં સારું પ્રદર્શન કરવું ખૂબ જ જરૂરી છે. વન ડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમમાં પણ ઘણા બદલાવો કરવામાં આવી રહ્યા છે. તો આ સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમમાં પણ ઘણા મેચવીનર નવા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ભારત સામેની ઘરે આંગણે ત્રણ મેચોની વન-ડે સિરીઝ માટે ન્યૂઝીલેન્ડએ જાહેર કરેલ 15 ખેલાડીઓની યાદી જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું : ટોમ લેથમ, ફિન એલન, માઇકલ બ્રેસવેલ, માર્ક ચૈપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, મૈટ હેનરી, એડમ મિલ્ને, ડેરીલ મિશેલ, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, એચ શિપ્લી.