ભારત-ન્યૂઝીલેન્ડ સિરીઝ વચ્ચે ટીમ ઇન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીએ અચાનક ત્રણેય ફોર્મેટ માંથી લીધી નિવૃત્તિ…
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલ ત્રણ મેચની ટી 20 સિરીઝ ચાલી રહી છે. આ સિરીઝ વચ્ચે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાના આ સ્ટાર દિગ્ગજ ખેલાડીએ અચાનક જ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની મોટી જાહેરાત કરી છે. આ સ્ટાર ખેલાડીએ છેલ્લા પાંચ વર્ષમાં ટીમ ઇન્ડિયા માટે એક પણ મેચ રમી નથી.
પરંતુ હાલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલ t-20 સિરીઝની વચ્ચે આ સ્ટાર ખેલાડીએ અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો મોટો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે આ સ્ટાર ખેલાડીએ એમ એસ ધોનીની કેપ્ટન શીપમાં ખૂબ જ જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો હતો. તેને ઘણી વખત ટીમ ઇન્ડિયામાં તકો પણ આપવામાં આવી હતી.
વર્ષ 2020થી આ સ્ટાર ખેલાડીએ ભારતીય સ્થાનિક ક્રિકેટ માટે એક પણ ફોર્મેટમાં ભાગ લીધો નથી. પરંતુ હાલ આ સ્ટાર ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ સ્ટાર ખેલાડી એક સમયે ભારતીય ટેસ્ટ ટીમમાં સૌથી મહત્વપૂર્ણ ખેલાડી માનવામાં આવતો હતો પરંતુ 38 વર્ષની નાની ઉંમરે તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની મોટી જાહેરાત કરી છે. ચાલો તેના પર એક નજર કરીએ.
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમનો ડેશિંગ બેટ્સમેન મુરલી વીજય ઘણા સમયથી ભારતીય ટીમમાં જોવા મળી રહ્યો નથી. મુરલી વિજય એક સમયે ભારતીય ટેસ્ટ ટીમનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી માનવામાં આવતો હતો. પરંતુ તેણે 38 વર્ષની ઉંમરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની મોટી જાહેરાત કરી છે. આ સમગ્ર માહિતી તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરીને જણાવી છે.
મુરલી વિજયે આ સમગ્ર માહિતી જાહેરતના થોડા દિવસ પહેલા કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે તેમનો હવે કિંમતી સમય પૂર્ણ થઈ ગયો છે. એક શોમાં જ્યારે તેને ક્રિકેટમાં વાપસી અંગે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેણે જણાવ્યું હતું કે બીસીસીઆઈ સાથે મારો હવે સમય લગભગ પૂર્ણ થઈ ગયો છે હું હવે વિદેશમાં મોટી તકો શોધી રહ્યો છું અને હું હવે સ્પર્ધાત્મક ક્રિકેટ રમવા ઈચ્છું છું.
તમને જણાવી દઈએ કે મુરલી વિજય વર્ષ 2008માં ટીમ ઇન્ડિયા માટે પોતાની ડેબ્યૂ મેચ રમી હતી. મુરલીએ ભારત માટે 61 ટેસ્ટ મેચ, 17 વન-ડે અને 9 ટી-20 મેચ રમી છે. ટેસ્ટ મેચમાં 38.39 એવરેજથી 3982 રન બનાવ્યા છે. જ્યારે વન-ડેમાં તેણે 21.19ની એવરેઝથી 339 રન ફટકાર્યા છે. વધુમાં તેને ટી 20માં પણ 18.78ની એવરેજથી 159 રન બનાવ્યા છે. મુરલી વિજયે પોતાના કરિયરની છેલ્લી ટેસ્ટ ડિસેમ્બર 2018માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ત્યારબાદ તે ઇન્ડિયામાં રમતો જોવા મળ્યો ન હતો.