વિરાટ કોહલી સાથે થયો દગો, નોટ આઉટ હોવા છતાં ખોટી રીતે અપાયો આઉટ– જુઓ વિડિયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ બીજી ટેસ્ટ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ નાગપુરમાં રમાઇ હતી. જેમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે એક દાવ અને 132 રનને ભવ્ય વિજય મેળવ્યો હતો. પ્રથમ ટેસ્ટમાં વિજય મેળવતા જ ભારતે ઓસ્ટ્રેલિયા સામે 1-0 થી લીડ બનાવી છે. ત્યારબાદ હવે 17 ફેબ્રુઆરીથી દિલ્હી ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં હાલ ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. પરંતુ આ મેચ ખૂબ જ રોમાંચિત થવાની છે.
બીજી ટેસ્ટ મેચ વિશે વાત કરીએ તો પ્રથમ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ બેટિંગ કરીને 78.4 ઓવરમાં 263 રન બનાવ્યા હતા ત્યારબાદ બીજા દિવસે ભારતીય ટીમ બેટિંગ કરવા માટે બધાને ઉતરી છે પરંતુ ભારતીય ટીમના ઓપન બેટ્સમેનો કંઈ ખાસ કમાલ કરી બતાવ્યા નથી.
બીજા દિવસની શરૂઆત થતાની સાથે જ ભારતીય ટીમની ત્રણ મહત્વની વિગતો પડી ચૂકી હતી. જેના કારણે મીડલ ઓર્ડરમાં ભારતીય ટીમને ઘણી મુશ્કેલી જોવા મળી હતી. જેમાં ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 44 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ હકીકતમાં તે નોટ આઉટ હતો.
ભારતીય ટીમના ત્રણ મહત્વના બેટ્સમેનો આઉટ થતા ભારતીય ટીમ ભારે દબાણમાં જોવા મળી હતી. વિરાટ કોહલી બેટિંગ કરવા ઉતાતાની સાથે જ આક્રમણ જોવા મળ્યો હતો પરંતુ ઓસ્ટ્રેલિયાના સ્ટાર બોલર મેથ્યું કુહનેમૈન 50 મી ઓવર ફેકવા માટે આવ્યો મેદાને આવ્યો હતો. આ ઓવરના ત્રીજા બોલ પર કોહલીના પેડ અને બેટ બંને સાથે બોલ અથડાયો હતો.
જેને કારણે વિરાટ કોહલી ને ફિલ્ડ અમ્પાયર દ્વારા આઉટ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ વિરાટ કોહલીએ રિવ્યુ લીધું હતું જેને કારણે આ સમગ્ર મામલો થર્ડ અમ્પાયર પાસે પહોંચ્યો હતો. આ રીવ્યુ નો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
બોલ વિરાટ કોહલીના પેડ અને બેટ એક સાથે બંનેમાં ટકરાયો હતો. જેને કારણે થર્ડ અમ્પાયરને પણ આખરી ક્ષણે ડિસિઝન લેવું મુશ્કેલ બન્યું હતું અને ઉતાવળમાં વિરાટ કોહલીને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. વિરાટ કોહલી નોટ આઉટ હોવા છતાં પણ તેને આઉટ જાહેર કરવામાં આવ્યો છે. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જુઓ વિડિયો.