ખરાબ રાજનીતિનો શિકાર બનતા આ મેચવિનર ખેલાડીને અચાનક જ બીજી ટેસ્ટ મેચમાંથી કરવામાં આવ્યો બહાર…
ટીમ ઇન્ડિયા હાલ સમગ્ર સ્ટાફ સાથે બાંગ્લાદેશના પ્રવાસમાં બે મેચોની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. જેની બીજી મેચ આજથી શરૂ થઈ છે. ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. રોહિત શર્મા ઇજાગ્રસ્ત હોવાને કારણે ટીમ ઇન્ડિયાના કેપ્ટનની કમાન KL રાહુલને સોંપવામાં આવી છે. કે એલ રાહુલની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા ખૂબ જ સારું પ્રદર્શન બતાવી રહી છે.
બીજી ટેસ્ટ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ટીમ ઇન્ડિયાને બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. કે એલ રાહુલને ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ મળતાની સાથે જ ટીમ ઇન્ડિયામાં ઘણા બદલાવો કરવામાં આવ્યા હતા. કેપ્ટન રાહુલ ફરી એકવાર ખોટા નિર્ણય લેતો જોવા મળ્યો હતો. બીજી ટેસ્ટ મેચમાં આ સ્ટાર મેચ વિનર ખેલાડીને સ્થાન ન આપીને મોટી ભૂલ કરી હતી.
કે એલ રાહુલની કેપ્ટનશીપમાં ફરી એકવાર આ સ્ટાર મેચ વિનર ખેલાડીને મેદાનની બહાર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં ઘણા ખેલાડીઓ ખરાબ રાજનીતિના કારણે બહાર બેઠેલા જોવા મળતા હોય છે. ફરી એક વાર રાજનીતિનો શિકાર આ ખેલાડી બન્યો છે. તમને જણાવી દઈએ કે ટીમ ઇન્ડિયાનો સ્ટાર સ્પિનર બોલર કુલદીપ યાદવને ફરી એકવાર બીજી ટેસ્ટ મેચ માંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.
પ્રથમ ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવ ખૂબ જ જોરદાર બોલિંગ કરતો જોવા મળ્યો હતો. જેને કારણે પ્રથમ ટેસ્ટ મેચમાં તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ ખરાબ રાજનીતિને કારણે તેને બીજી ટેસ્ટ મેચ માંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. કે એલ રાહુલનો આ નિર્ણય ટીમ ઇન્ડિયાને ખૂબ જ ભારી પડી શકે છે. કુલદીપ યાદવને બીજી ટેસ્ટ મેચમાં સ્થાન ન આપતા તેની સાથે મોટો અન્યાય કરવામાં આવી રહ્યો છે
પ્રથમ ટેસ્ટ મેચમાં કુલદીપ યાદ આવે 8 વિકેટ ઝડપી અને 40 રન બનાવ્યા હતા. મેન ઓફ ધ મેચ બનવા છતાં રાજનીતિને કારણે ફરી એકવાર તેને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. કુલદીપ યાદવ સતત ઘણી વખત ટીમમાં અંદર બહાર થતો જોવા મળતો હોય છે. કુલદીપ યાદવ બીજી મેચમાં મેચવિનર સાબિત થઈ શકે છે. કુલદીપ યાદવના સ્થાને ફાસ્ટ બોલર જયદીપ ઉનડકટને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.