વનડે વર્લ્ડકપ 2023 પહેલા ટીમ ઈન્ડિયા આ દેશો સામે રમશે વિવિધ મેચો, જાણો ભારતીય ટીમનું સંપૂર્ણ શિડ્યુલ…
ટીમ ઇન્ડિયા હાલ વર્ષ 2023માં યોજવનારા 50 ઓવરમાં વનડે વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરતી થઈ છે. આ વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયા આખા વર્ષ દરમિયાન દ્વિપક્ષીય દેશો વચ્ચે અનેક વનડે અને ટેસ્ટ શ્રેણી રમતી જોવા મળશે. જેમાં ટીમ ઇન્ડિયા શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રવાસો યોજીને વનડે સિરીઝ અને ટેસ્ટ સીરીઝ આયોજન કરવામાં આવી આવ્યું છે. આ સિરિઝોને કારણે આગામી વર્ષ આવી રહેલ વન ડે વર્લ્ડ કપમાં ખૂબ જ સારો ફાયદો થઈ શકે તેમ છે.
ટીમ ઇન્ડિયાનો હાલ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પૂર્ણ થયો છે. ત્યારબાદ બાંગ્લાદેશ પ્રવાસ શરૂ થયો છે. બાંગ્લાદેશ પ્રવાસમાં ત્રણ મેચોની વનડે સિરીઝ અને બે મેચની ટેસ્ટ શ્રેણી રમાવાની છે. ત્યારબાદ જાન્યુઆરીમાં શ્રીલંકા પ્રવાસે જવાની છે. ત્યારબાદ ટીમ ઇન્ડિયા ઘર આંગણે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ રમતી જોવા મળશે અને ત્યારબાદ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર ટીમ ઇન્ડિયા જવાની છે. આ સમગ્ર દેશોના પ્રવાસ વિશે શિડયુલ મુજબ આ આર્ટિકલમાં વિગતવાર વાત કરીશું. ચાલો જાણીએ વર્લ્ડ કપ 2023 પહેલા ટીમ ઇન્ડિયન સમગ્ર શીડ્યુલ.
ટીમ ઇન્ડિયા હાલ ડિસેમ્બરમાં બાંગ્લાદેશના પ્રવાસ પર 3 મેચોની વનડે સિરીઝ અને 2 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. ત્યારબાદ ટીમ ઇન્ડિયા જાન્યુઆરી 2023માં શ્રીલંકાના પ્રવાસ પર 3 મેચોની વનડે સિરીઝ અને 3 મેચ T 20 સિરીઝ રમવાની છે. આ પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયા જાન્યુઆરી-ફેબ્રુઆરી 2023માં ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર જવાની છે. જ્યાં 3 મેચોની વનડે સિરીઝ અને 3 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે.
આ સમગ્ર પ્રવાસ પૂર્ણ થયા બાદ ટીમ ઇન્ડિયા ઘર આંગણે ઓસ્ટ્રેલિયા સામે માર્ચ 2023માં 3 મેચોની વનડે સિરીઝ અને 4 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ સમગ્ર સિરીઝ પૂર્ણ થતા ઓસ્ટ્રેલિયા બાદ વેસ્ટ ઈન્ડિઝ ભારતના પ્રવાસે આવશે. ટીમ ઇન્ડિયા ઘરના આંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે જુલાઈ 2023માં 3 મેચોની વન-ડે સિરીઝ, 2 મેચની ટેસ્ટ સીરીઝ અને 3 મેચોની T 20 સિરીઝ રમશે.
આ સમગ્ર સીરીઝ બાદ સપ્ટેમ્બર 2023માં એશિયા કપ યોજાવાનો છે. એશિયા કપ બાદ ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહી છે. જ્યાં સપ્ટેમ્બર 2023 માં 3 મેચોની વનડે સિરીઝ રમવાની છે અને ત્યારબાદ 2023માં ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં 50 ઓવરનો વનડે વર્લ્ડ કપ યોજાવાનો છે. અને વન ડે વર્લ્ડ કપ ભારતમાં યોજાશે. આ એક ખૂબ જ સારા સમાચાર ગણી શકાય.