અકસ્માત પહેલા શિખર ધવને રીષભ પંતને ગાડી ધીમે ચલાવવાની આપી હતી સલાહ, જૂનો વિડીયો થયો વાયરલ જુઓ…
ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ટીમ નાતાલનું વેકેશન ઉજવી રહી છે. વેકેશન બાદ 3 જાન્યુઆરીથી ટીમ ઇન્ડિયા ઘર આંગણે શ્રીલંકા સામે 3 મેચોની T 20 સિરીઝ રમવા જઈ રહી છે. આ સીરીઝ માટે તાજેતરમાં જ BCCI દ્વારા ભારતીય ટીમની મોટી જાહેરાત કરી હતી. શ્રીલંકા સામેની સિરીઝમાં રિષભ પંતને આરામ આપવામાં આવ્યો છે. જેને કારણે તે હાલ વેકેશન મનાવી રહ્યો હતો પરંતુ 30 ડિસેમ્બરના રોજ વહેલી સવારે 5:30 વાગે દિલ્હીથી પોતાના ઘર રૂરકી પરત ફરતી વખતે તેની કારને ભયંકર અકસ્માત નડ્યો હતો.
મળતી જાણકારી મુજબ તમને જણાવી દઈએ કે અકસ્માત સમયે તે કારમાં એકલો હાજર હતો અને તે પોતે કાર ચલાવી રહ્યો હતો. તેણે મીડિયા અહેવાલ સમક્ષ જણાવ્યું છે કે તે જ્યારે દિલ્હી દેહરાદુન હાઇવે પર કાર ચલાવી રહ્યો હતો. ત્યારે અચાનક હાઇવે પર નિંદ્રા આવી હતી. જેને કારણે ગાડીનું સંતુલન ખોરવાયું હતું. અને રસ્તાની રેલીંગ સાથે કાર ધડામ કરતી અથડાઈ હતી અને ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ તરત જ સંપૂર્ણ કારમાં આગ ભભૂકી ઊઠી હતી.
રિપોર્ટ અનુસાર તમને જણાવી દઈએ કે કારનો અકસ્માત થયો ત્યારે તરત જ રીષભ પંત કારની સાઈડ વિન્ડોની સ્ક્રીન તોડીને બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ કાર બળીને ખાખ થઈ હતી. આ અકસ્માત બાદ રીષભ પંતને તાત્કાલિક દેહરાદુનની મેક્સ હોસ્પિટલમાં સારવાર માટેખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ હાલ રિષભ પંતની હાલત ખૂબ જ ગંભીર છે. તેને શરીરના ઘણા ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચી છે.
પરંતુ આની વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર અકસ્માત પહેલાનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રિષભ પંત શિખર ધવન પાસે તેના વિશે એક સલાહ આપવાનું કહે છે. ત્યારે શિખર ધવન તેને ગાડી ધીમે ચલાવવાની મોટી સલાહ આપે છે. આ સલાહ રિષભ પંત સ્વીકારીને કહ્યું હતું કે હું આ સલાહનું પાલન કરીશ. પરંતુ સલાહ પાલન ન થતા પૂર ઝડપે ચાલતી કાર અચાનક ડિવાઇડર સાથે અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો. જુઓ અકસ્માત પહેલાનો આ વાયરલ વિડિયો….