BCCIનો મોટો નિર્ણય રોહિત શર્માને કેપ્ટન પદ પરથી હટાવી આ દિગ્ગજ ખેલાડીને બનાવ્યો કેપ્ટન…

ટીમ ઇન્ડિયાનો T 20 વર્લ્ડ કપ પ્રવાસ હવે પૂર્ણ થયો છે સંપૂર્ણ સ્ટાફ સાથે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા ખાતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમવા માટે ગઈ હતી પરંતુ ઇંગ્લેન્ડ સામેની સેમી ફાઇનલ મેચમાં શરમજનક હાર પછી સમગ્ર સ્ટાફ સાથે ટીમ ઇન્ડિયા ભારત પરત ફરી રહી છે. t20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ હવે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન સામે થવાની છે. ઇંગ્લેન્ડે ભારતને સેમી ફાઇનલમાં હરાવીને વર્લ્ડકપની આ સફર માંથી ભારતને બહાર કર્યું છે.

સેમી ફાઇનલ મેચ સિવાયની તમામ મેચોમાં ટીમ ઇન્ડિયાએ સારામાં સારૂ પ્રદશન કર્યું હતું. પરંતુ કટા-કટીની મેચમાં જ ભારતે નિષ્ફળતા મેળવી હતી. ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ અત્યાર સુધી ઘણી મોટી સિરીઝોમાં ટીમ ઇન્ડિયા ને સફળતા અપાવી છે પરંતુ આઈસીસી ટુર્નામેન્ટની આ સફરમાં સફળતા અપાવી શક્યા નથી. t20 વર્લ્ડ કપ ની છેલ્લી ઇંગ્લેન્ડ સામેની સેમી ફાઈનલ મેચમાં 10 વિકેટથી મોટી શરમજનક હાર મેળવી છે.

જેના કારણે બીસીસીઆઈ દ્વારા એક મોટો નિર્ણય હાલ લેવામાં આવ્યો છે બીસીસીઆઈ દ્વારા રોહિત શર્માને કેપ્ટન પદ ઉપરથી હટાવીને આ દિગ્ગજ ખેલાડીને કેપ્ટનની કમાન સોંપવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયામાં મોટા બદલાવો કરવામાં આવી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી બીસીસીઆઈ દ્વારા કેટલાક નવા ખેલાડીઓને કેપ્ટન તરીકે પસંદ કરીને અજમાવી રહી છે પરંતુ હાલ જાહેરાતો અનુસાર સૌથી મોટો નિર્ણય લીધો છે.

રોહિત શર્માને સ્થાને t-20 ફોર્મેટમાં યુવા ખેલાડી હાર્દિક પંડ્યાને કેપ્ટનની મોટી કમાન સોંપવામાં આવી છે. મીડિયા અહેવાલ મુજબ તમને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝમાં હાર્દિક પંડ્યાને ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા છે તો આ સાથે જ રિપોર્ટ અનુસાર એવું પણ જાણવા મળ્યું છે કે આગામી એક વર્ષ સુધી રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા મોટા સિનિયર ખેલાડીઓ t-20 ફોર્મેટમાં જોવા મળશે નહીં. જેના સ્થાને હાર્દિક પંડ્યાને ટૂંકા ફોર્મેટ માટે કાયમી કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

બીસીસીઆઈ દ્વારા હાર્દિક પંડ્યાને ટી ટ્વેન્ટી ફોર્મેટના કેપ્ટનની મોટી જવાબદારી આપવામાં આવી છે હાર્દિક પંડ્યાને આપવામાં આવેલ આ જવાબદારી સફળતાપૂર્વક પૂર્ણ કરશે તો આગામી સમયમાં એક વર્ષ સુધી ટૂંકા ફોર્મેટ માટે કેપ્ટન બનાવવામાં આવી શકે છે. બીસીસીઆઈ દ્વારા ટીમ ઇન્ડિયામાં ઘણા મોટા બદલાવો કર્યા છે વધુમાં તમામ સિનિયર ખેલાડીઓ આવતા સમયમાં વનડે સિરીઝ રમતા જોઈ શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *