BCCI રોહિત શર્માને ટેસ્ટ કેપ્ટનના પદ પરથી હટાવી, આ 2 ગુજરાતી ખેલાડીઓ માંથી એકને બનાવશે નવો ટેસ્ટ કેપ્ટન….
વિરાટ કોહલી પછી ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ રોહિત શર્માને સોંપવામાં આવી હતી. પરંતુ વર્ષ 2022 માં યોજાયેલ મોટી ટુર્નામેન્ટો જેવી કે એશિયા કપ અને T-20 વર્લ્ડ કપમાં ભારતની શરમજનક હારને કારણે રોહિત શર્માની કેપ્ટનશીપ પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે. અને હાલ રોહિત શર્મા ઘણો ટ્રોલ થઈ રહ્યો છે. આ સમગ્ર મોટી ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શનની સાથે સાથે રોહિત શર્માની કેપ્ટનશીપ પર પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે.
વર્ષ 2023માં આવી રહેલા ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમ ઇન્ડિયાને સારૂ પ્રદર્શન કરવા માટે ટીમમાં ઘણા બદલાવો કરવા ખૂબ જ જરૂરી બન્યા છે. હાલ ટેસ્ટ કેપ્ટનશીપ રોહિત શર્માના હાથમાં છે પરંતુ રોહિત શર્માની વધતી ઉંમરને કારણે બીસીસીઆઈ દ્વારા ટેસ્ટ કેપ્ટનશીપ આ બે ગુજરાતી ખેલાડીઓ માંથી એકને સોંપવામાં આવશે તેને લઈને મોટા સંકેતો જાહેર કર્યા છે.
રોહિત શર્માની હાલ ઉંમર 35 વર્ષ છે. આગમી સમયમાં આવી રહેલ ટેસ્ટ ચેમ્પિયનશિપ સુધીમાં રોહિત શર્માની ઉંમર 37 વર્ષ થશે. તેની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શનને કારણે રોહિત પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે. રોહિતની કેપ્ટનશીપ છોડ્યા પછી આ બે ઘાતક ગુજરાતી ખેલાડીઓના માંથી એકના હાથમાં ટીમ ઇન્ડિયાની ટેસ્ટ કેપ્ટનની કમાન સોંપવામાં આવશે એવી બીસીસીઇ દ્વારા મોટી જાહેરાત કરી છે. ચાલો જાણીએ આ બે ખેલાડી કોણ છે?
જસપ્રીત બુમરાહ ભારતીય ટીમનો અત્યારના સમયનો સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર છે. બુમરા ટેસ્ટ ક્રિકેટમાં ખૂબ જ જોરદાર પ્રદર્શન કરીને ટીમનું નેતૃત્વ કરતો પણ જોવા મળ્યો છે. વર્ષ 2022માં ઇંગ્લેન્ડ પ્રવાસ પર એક ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાની ટેસ્ટ કેપ્ટનશિપ જસપ્રીત બુમરાહને આપવામાં આવી હતી. આ મેચમાં કેપ્ટન અને બોલર તરીકેની ખૂબ જ જોરદાર ભૂમિકા ભજવી હતી. તેની ઉંમર હાલ 28 વર્ષની છે. આવી સ્થિતિમાં તે હજુ 7 થી 8 વર્ષ ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું યોગદાન આપી શકે છે. જેને કારણે તે કેપ્ટન બનવા માટે તમામ બાબતોથી યોગ્ય છે.
ટેસ્ટ કેપ્ટન બનવામાં ભારતીય ટીમના સ્ટાર ઓલ રાઉન્ડર બેટ્સમેન રવિન્દ્ર જાડેજા પણ દાવેદાર છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમણે ખૂબ જ જોરદાર પ્રદર્શન કર્યું છે. જેને કારણે ટેસ્ટ કેપ્ટન બનવાની યાદનીમાં તેનું નામ પણ મોખરે છે. રવિન્દ્ર જાડેજાને ટેસ્ટ ક્રિકેટનો ખૂબ જ મોટો અનુભવ પણ છે. ટીમ ઇન્ડિયા માટે રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધીમાં 60 ટેસ્ટ મેચો રમી છે. જેમાં 2523 રન બનાવ્યા છે. અને 242 વિકેટો ઝડપી છે. રોહિત શર્મા બાદ રવિન્દ્ર જાડેજાને ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે.