BCCIએ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરીઝમાં રિષભ પંતને હટાવી આ સિનિયર ખેલાડીને બનાવ્યો વાઇસ કેપ્ટન…
ટીમ ઇન્ડિયા હાલ સમગ્ર સ્ટાફ સાથે બાંગ્લાદેશના પ્રવાસ પર છે. જ્યાં ત્રણ મેચોની વનડે સિરીઝ તાજેતરમાં જ પૂર્ણ થઈ છે. ત્યારબાદ હવે 14 ડિસેમ્બરથી બાંગ્લાદેશ સામે બે મેચોની ટેસ્ટ સીરીઝ રમાવાની છે. બાંગ્લાદેશના આંગણે ટીમ ઇન્ડિયાને વનડે સિરીઝમાં સફળતા મળી નહિ. પરંતુ ટેસ્ટ સીરીઝ જીતવી ખૂબ જ અગત્યની છે. તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
બીસીસીઆઈ દ્વારા થોડા સમય પહેલા બે મેચોની ટેસ્ટ સીરીઝ માટે 17 સભ્યોની ટીમ ઈન્ડિયાની મોટી જાહેરાત કરી હતી. ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્માને બીજી વનડે મેચમાં હાથના ભાગે ગંભી ઇજાગ્રસ્ત થયો હતો. જેને કારણે તે હાલ રમવા માટે ફીટ ન હોવાથી બાંગ્લાદેશ સામેની બે મેચોની ટેસ્ટ શ્રેણીમાં તેને આરામ આપવામાં આવ્યો છે.
ટીમ ઇન્ડિયાના કેપ્ટનની કમાન KL રાહુલને સોંપવામાં આવી છે. તો વોઇસ કેપ્ટનને લઈને BCCI દ્વારા તાજેતરમાં જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વનડે સિરીઝમાં હાર બાદ ટીમ ઇન્ડિયામાં ઘણા બદલાવો પણ કરવામાં આવી રહ્યા છે. પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલા BCCI દ્વારા મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. રિષભ પંતને વાઇસ કેપ્ટન પરથી હટાવીને ચેતેશ્વર પુજારાને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં વાઇસ કેપ્ટન બનાવામાં આવ્યો છે.
ટીમ ઇન્ડિયાનો સ્ટાર વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ખરાબ પ્રદર્શન બતાવી રહ્યો છે. રિષભ પંત તમામ ફોર્મેટમાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે. રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતાં KL રાહુલને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરીઝમાં કેપ્ટન અને રીષભ પંતને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ BCCIએ તાજેતરમાં જ આ નિર્ણય બદલીને ચેતેશ્વર પૂજારાને ટીમ ઇન્ડિયાનો વાઇસ કેપ્ટન બનાવ્યો છે.
છેલ્લા ઘણા સમયથી ચતેશ્વર પુજારાને ટીમમાં કંઈ ખાસ સ્થાન આપવામાં આવ્યું ન હતું પરંતુ બીસીસીઆઈ દ્વારા બાંગ્લાદેશ સામેની આ ટેસ્ટ સિરીઝમાં વાઈસ કેપ્ટનનું સ્થાન આપ્યું છે. ચેતેશ્વર પુજારા એક સિનિયર ખેલાડી તરીકે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તે ભારતીય ટીમ તરફથી નંબર ત્રણ પર બેટિંગ કરતો આવ્યો છે. બાંગ્લાદેશ સામેની આ બે મેચોની ટેસ્ટ સીરીઝમા તે સારું પ્રદર્શન બતાવી શકે છે.