BCCIએ કર્યો ધડાકો, શુભમન ગિલની બીમારીના કારણે તાત્કાલિક આ સ્ટાર ખેલાડીને રિપ્લેસમેન્ટ તરીકે કર્યો તૈયાર…

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ગઈકાલે જબરદસ્ત મેચ રમાઈ હતી. જેમાં ભારતે જીત મેળવી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા સામે પણ જીત મેળવી હતી. આ બંને મેચો બાદ હવે ભારતીય ટીમ આવતા શનિવારે પાકિસ્તાન સામે મહા મુકાબલો રમવાની છે. આ મેચનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. આ મેચ પહેલા હાલમાં બીસીસીઆઈ દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

ભારતીય ટીમમાં ઓપનિંગ જોડીની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી શુભમન ગીલ ઓપનર બેટ્સમેન તરીકે જોવા મળ્યો હતો પરંતુ હાલમાં તે ડેન્ગ્યુ બીમારીથી પડાઈ રહ્યો છે. આવા કારણોસર તાત્કાલિક તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં હાલમાં તેના વિકલ્પો માટે ખેલાડીઓની શોધ શરૂ હતી. આ બાબતે તાજેતરમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ગિલના રિપ્લેસમેન્ટ તરીકે આ ખેલાડીને તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. તેને તાત્કાલિક અમદાવાદ ખાતે બોલાવવામાં આવ્યો છે. ગીલની બીમારી વિશે હજુ કોઈ રિપોર્ટ મળ્યા નથી. અવા કારણોસર આ ખેલાડીને હવે પ્રેક્ટિસમાં મેદાને ઉતારવામાં આવશે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ઋતુરાજ ગાયકવાડને તાત્કાલિક અમદાવાદ આવવાનું કહેવામાં આવ્યું છે. ઋતુરાજ છેલ્લા ઘણા સમયથી એશિયન ગેમ્સમાં જબરદસ્ત મોટી રમત બતાવતો જોવા મળ્યો હતો. થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયા સામે પણ તેને તક આપવામાં આવી હતી. તેને ભવિષ્યનો કાયમી ઓપનર પણ માનવામાં આવે છે. જેથી તેને હાલમાં વિકલ્પ સ્વરૂપે સામેલ કરવામાં આવ્યો છે.

ઋતુરાજ અને યશસ્વી બંને આ પદ માટે દાવેદાર હતા પરંતુ અનુભવના આધારે ઋતુરાજને સ્થાન મળ્યું છે. બીજી તરફ શિખર ધવનનું નામ પણ લેવામાં આવ્યું નથી. જેથી તે હવે નિવૃત્તિ તરફ આગળ વધ્યો હોય તેવું કહી શકાય છે. ભારતીય ટીમ ફરી એક વખત વર્લ્ડ કપમાં મોટા બદલાવો સાથે મેદાને જોવા મળી શકે છે. આવનારી પાકિસ્તાન ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામેની મેચો ખૂબ જ અગત્યની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *