શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં BCCIએ કર્યો મોટો ધડાકો, અચાનક આ સ્ટાર ખેલાડીને ટીમમાં કર્યો સામેલ…
ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ 26 ડિસેમ્બરથી પૂર્ણ થયો હતો. ત્યારબાદ નવા વર્ષે હવે ટીમ ઇન્ડિયા 3 જાન્યુઆરીથી શ્રીલંકા સામે ઘર આંગણે 3 મેચોની ટી 20 સિરીઝ અને 3 મેચોની વનડે સિરીઝમાં રમવા જઈ રહી છે. જેમાં આજથી T20 સિરીઝની શરૂઆત થવાની છે. તે પહેલાં બીસીસીઆઇ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અચાનક આ સ્ટાર ખેલાડીને ઈજા માંથી સ્વસ્થ થતા ટીમમાં એન્ટ્રી કરાવી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતિએ શ્રીલંકા સામેની 10 જાન્યુઆરીથી રમનારી 3 મેચોની વનડે સિરીઝમાં આ ઘાતક ફાસ્ટ બોલરને અચાનક ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સ્ટાર ખેલાડી ઘણા સમયથી ઈજાગ્રસ્ત હોવાના કારણે ટીમમાંથી બહાર હતો. હાલ ભારતીય ટીમ અને ચાહકો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. આ સ્ટાર ખેલાડી સંપૂર્ણ રીતે ફીટ થતા ટીમ ઇન્ડિયામાં ફરી ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઇજાગ્રસ્ત હતો. પરંતુ તેના સ્વાસ્થ્યને લઈને હાલ મોટો અપડેટ સામે આવ્યા છે. બીસીસીઆઈ દ્વારા તાજેતરમાં જ 10 જાન્યુઆરીથી શરૂ થતી શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં મોટો નિર્ણય લીધો છે. જસપ્રિત બુમરાહ સ્વસ્થ થતા શ્રીલંકા સામે ફરી મેદાને રમતો જોવા મળશે. તેની ઇજાને કારણે છેલ્લા ઘણા સમયથી મોટી ટુર્નામેન્ટમાં ભાગ લઈ શક્યો નથી.
વધુમાં તમને જણાવી દઈએ કે જસપ્રિત બુમરાહ તેની ઈજાને કારણે એશિયા કપ 2022 અને T20 વર્લ્ડ કપ 2020 સૌથી મોટી ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાનો ભાગ બની શક્યો નહીં. ટીમને તેની મોટી ખોટ વર્તાઈ રહી છે. જસપ્રિત બુમરાહ ઇન્ડિયા માટે છેલ્લી મેચ સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ત્યારબાદ તે ઇજાગ્રસ્ત થયો હતો. જસપ્રીત બુમરાહ ત્રણે ફોર્મેટમાં ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવી શકે છે.
જસપ્રિત બુમરાહે ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં ધમાકેદાર ક્રિકેટ રમી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 30 ટેસ્ટ મેચમાં 128 વિકેટ, 72 વનડેમાં 121 વિકેટ અને 60 ટી20 મેચમાં 70 વિકેટ ઝડપી છે. વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા : રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ..