BCCIએ લીધો મોટો નિર્ણય, સૂર્યકુમાર યાદવ સહિત આ 8 ખેલાડીઓને એક ઝાટકે ટીમ ઇન્ડિયામાંથી કર્યા બહાર, જાણો સમગ્ર અહેવાલ… હું
T-20 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયા હાલ સમગ્ર સ્ટાફ સાથે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર છે. જ્યાં ત્રણ મેચોની T 20 સિરીઝ અને ત્રણ મેચોની વનડે સિરીઝ રમાઈ રહી છે. જેમાંથી T 20 સિરીઝમાં ભારતે 1-0 થી મોટી જીત મેળવી છે. ત્યારબાદ હવે ત્રણ મેચોની વનડે સિરીઝ શરૂ થઈ છે. જેની છેલ્લી મેચ બુધવારે રમાશે. આ પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશના પ્રવાસ પર જવાની છે.
બાંગ્લાદેશ પ્રવાસ પર 3 મેચોની વન-ડે સિરીઝ અને 2 મેચોની ટેસ્ટ શ્રેણી રમાવાની છે. ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ 4 ડિસેમ્બરથી શરૂ થશે. બાંગ્લાદેશ સામે 4 થી 10 ડિસેમ્બરની વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ રમાશે. અને ત્યારબાદ 15 ડિસેમ્બર થી 26 ડિસેમ્બરની વચ્ચે બે મેચોની ટેસ્ટ શ્રેણી યોજાશે. T 20 વર્લ્ડ કપમાં હાર બાદ ટીમ ઇન્ડિયામાં ઘણા બદલાવો કરવામાં આવી રહ્યા છે. રોહિત શર્માની કેપ્ટન શીપ હેઠળ અત્યાર સુધીમાં ઘણી મહત્વની ટુર્નામેન્ટમાં કારમી હાર મળી છે.
ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપને લઈને હાલ ઘણા સવાલો ઉઠી રહ્યા છે. તો આ સાથે જ ટીમમાં પણ ઘણા ફેરફારો કરવામાં આવી આવી શકે છે. તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયામાં સૂર્યકુમાર યાદવ સહિત આ 8 ખેલાડીઓને એક ઝાટકે ટીમ ઇન્ડિયા માંથી બહાર કર્યા છે. તો આ સાથે જ આગામી વર્ષ 2023માં આવી રહેલ વન ડે વર્લ્ડ કપ માટે પણ બીસીસીઆઇ ઘણા આકરા નિર્ણયો લઈ રહી છે.
ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ બાંગ્લાદેશ પ્રવાસમાં બીસીસીઆઈ દ્વારા શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિકને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. ટીમ ઇન્ડિયામાં ફરી એકવાર ખૂબ જ મોટા બદલાવો કરવામાં આવી રહ્યા છે. આ યુવા ખેલાડીઓના સ્થાને કેટલાક સિનિયર ખેલાડીઓ અને બીજા નવા યુવા ખેલાડીઓને મોટી તક આપવામાં આવી રહી છે.
બાંગ્લાદેશ સામેની વન-ડે સિરીઝમાં કેપ્ટનની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. તો આ સાથે જ વિરાટ કોહલી, કે એલ રાહુલ સહિત તમામ સિનિયર ખેલાડીઓ ફરી એકવાર ટીમમાં રમતા જોવા મળશે. આગામી વર્ષ 2023માં આવી રહેલ વન ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને bcci દ્વારા મુખ્ય ટીમ બનાવવામાં આવી રહી છે. જેના કારણે આ મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ટીમ ઇન્ડિયા માટે બાંગ્લાદેશ પ્રવાસ ખૂબ જ અગત્યનો છે. ટીમ ઇન્ડિયા ફરી એકવાર રોહિત શર્માની કેપ્ટન શિપ હેઠળ સારું પ્રદર્શન બતાવી શકે છે.