વનડે વર્લ્ડકપ 2023 માટે BCCIએ આ 20 ખેલાડીઓની કરી પસંદગી, જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું..
નવા વર્ષની શરૂઆત થતાંની સાથે ટીમ ઇન્ડિયા ઘર આંગણે શ્રીલંકા સામે 3 મેચોની T 20 સિરીઝ અને 3 મેચોની વનડે સિરીઝ રમવા જઈ રહી છે આ સમાચાર વચ્ચે વનડે વર્લ્ડ કપ 2023ને લઈને બીસીસીઆઈ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. વિશ્વની તમામ ટીમો હાલ વનડે વર્લ્ડ કપ 2023 ને ધ્યાનમાં રાખીને તેની પૂર્વ તૈયારીઓ કરી રહી છે. આ વન ડે વર્લ્ડ કપ 2023નું સુંદર આયોજન ભારતમાં કરવામાં આવ્યું છે.
તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા વન ડે વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઇન્ડિયા માટે 20 ખેલાડીઓની પસંદગી કરી છે. આ ખેલાડીઓ વન-ડે વર્લ્ડ કપ રમતા જોવા મળી શકે છે. આ વખતે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ વન ડે વર્લ્ડ કપ રમવા જઈ રહી છે. BCCIની તાજેતરમાં યોજાયેલી એક મિટિંગમાં 20 ખેલાડીઓને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે. તો ચાલો આ ખેલાડીઓ કોણ છે તેના પર એક નજર કરીએ.
વન ડે વર્લ્ડ કપ માટે પ્રથમ બેટ્સમેનો પર એક નજર કરીએ તો રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, શુભમન ગીલ, સૂર્યકુમાર યાદવ જેવા સ્ટાર ઘાતક ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ખેલાડીઓને બેટિંગની સંપૂર્ણ જવાબદારી આપવામાં આવી શકે છે. તો આ સાથે જ વિકેટકીપર બેટ્સમેન તરીકે સંજુ સેમસન, ઈશાન કિશન, KL રાહુલને સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ ખૂબ જ સારું પ્રદર્શન બતાવી શકે છે.
ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર બેટ્સમેન તરીકે હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે. સ્પીન બોલર તરીકે કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલ વનડે વર્લ્ડ કપમાં ધૂમ મચાવતા જોવા મળશે. ત્યારબાદ ફાસ્ટ બોલેરો તરીકે મુખ્ય જસપ્રિત બુમરાહ જોવા મળશે. આ ઉપરાંત મોહમ્મદ શમી, અર્શદિપ સિંહ, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકોર વનડે વર્લ્ડ કપમાં શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે.
ભારતીય ટીમ:- રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુર.