વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડે સિરીઝ માટે BCCIએ ભારતીય ટીમની કરી મોટી જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું…
WTC પૂર્ણ થયા બાદ ભારતીય ટીમના તમામ ખેલાડીઓને વેકેશન આપવામાં આવ્યું હતું. વેકેશન પૂર્ણ થયા બાદ હવે ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડીઝ સામે 12 જુલાઈથી બે મેચોની ટેસ્ટ સીરીઝ રમવા જઈ રહી છે. આ ટેસ્ટ સિરીઝ પૂર્ણ થયા બાદ તરત જ વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચોની વનડે સિરીઝ પણ રમવાની છે. બીસીસીઆઈ દ્વારા આજે આ વનડે સિરીઝ માટે ભારતીય ટીમની મોટી જાહેરાત કરવામાં આવી છે.
બીસીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલ ભારતીય ટીમની કેપ્ટનશીપ ફરી એક વાર રોહિત શર્માના ખંભે મૂકવામાં આવી છે. વાઇસ કેપ્ટનશીપ તરીકે હાર્દિક પંડ્યાને મોટી તક આપવામાં આવી છે. ટી 20 ફોર્મેટમાં તેની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમને ઘણી સફળતાઓ મળી છે. વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ટીમમાં ઘણા બદલાવો કરવામાં આવ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમ પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ ભારતીય ટીમમાં પ્રથમ બેટિંગ લાઇન વિશે વાત કરીએ તો રોહિત શર્મા, શુભમન ગીલ, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિકેટકીપર બેટ્સમેન તરીકે ઈશાન કિશન અને સંજુ સેમસનને મોટી તક આપવામાં આવી છે. વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમના દરેક ખેલાડીઓને તક મળે તે જરૂરી છે.
ઓલ રાઉન્ડર બેટ્સમેનો પર નજર નાખવામાં આવે તો હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકોરને ફાસ્ટર ઓલ રાઉન્ડર તરીકે તક આપવામાં આવી છે. વધુમાં રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને સ્પીન ઓલરાઉન્ડર તરીકે ટીમમાં મોટું સ્થાન આપવામાં આવ્યું છે. વધુમાં સ્પીન બોલિંગ તરીકે યુજવેદ્ર ચહલ અને કુલદીપ યાદવને પણ મોટી તક આપવામાં આવી છે. ફાસ્ટ બોલીંગ તરીકે જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને મુકેશ કુમારને તક આપવામાં આવી છે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝ માટે સંપૂર્ણ ભારતીય ટીમ :- રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્ય કુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (VC), શાર્દુલ ઠાકુર, આર જાડેજા, અક્ષર પટેલ , યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ. સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.