WTC ફાઇનલ માટે BCCIએ કરી નવી ભારતીય ટીમની જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું…
હાલ IPLની 16મી સીઝન 29મે ના રોજ પૂર્ણ થઈ છે. ત્યારબાદ હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમવાની છે. આ ટેસ્ટ મેચ 7 જૂનના રોજ ઇંગ્લેન્ડ ખાતે રમવાની છે. આજે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે 18 સભ્યોની નવી ભારતીય ટીમની મોટી જાહેરાત કરવામાં આવી છે.
ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન KL રાહુલ IPL 2023 દરમ્યાન જાંઘના ભાગે ગંભીર રીતે ઈજા ગ્રસ્ત થયો છે. જેને કારણે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ માંથી બહાર થયો છે. ભારતીય ટીમ માટે આ એક ખરાબ સમાચાર ગણી શકાય છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તાજેતરમાં જ રાહુલના રિપ્લેસમેન્ટ અને નવા ત્રણ સ્ટેન્ડ બાય ખેલાડીઓ સાથે નવી ભારતીય ટીમની જાહેરાત કરી છે.
ભારતીય ટીમ આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ કોઈપણ ભોગે જીતવા માંગે છે. જેને કારણે ભારતીય ટીમમાં ઘણા બદલાવો કરવામાં આવ્યા છે. કે એલ રાહુલ ઈજાગ્રસ્ત થવાને કારણે તેના સ્થાને 24 વર્ષય આ ઘાતક બેટ્સમેનની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી થઈ છે. ચાલો જાણીએ BCCIએ જાહેર કરેલ નવી 18 સભ્યોની ભારતીય ટીમ, કોને મળ્યુ સ્થાન અને કોનું પત્તું કપાયું.
ટીમ ઇન્ડિયાના પ્રથમ બેટ્સમેનો વિશે વાત કરીએ તો રોહિત શર્મા, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી બહાર ચાલી રહેલ અજિંગ રહાણેને ઓસ્ટ્રેલિયા સામેની આ મહત્વની મેચમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. વિકેટકીપર બેટ્સમેન તરીકે ઈશાન કિશન અને કે.એસ ભરતને સ્થાન આપવામાં આવ્યું છે. કે એલ રાહુલના સ્થાને ઈશાન કિશનને રિપ્લેસમેન્ટ તરીકે મોટી તક આપવામાં આવી છે.
ઓલરાઉન્ડર બેટ્સમેનની વાત કરીએ તો રવિશ્ચંદ્ર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેને બેટિંગની સાથે બોલિંગની પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવશે. ત્યારબાદ ફાસ્ટ બોલિંગ તરીકે મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટનો સમાવેશ કરવામાં આવ્યો છે. WTC ફાઈનલમાં સ્ટેન્ડ બાય ખેલાડીઓ તરીકે ઋતુરાજ ગાયકવાડ, મુકેશકુમાર અને સૂર્યકુમાર યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સંપૂર્ણ ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઈશાન કિશન, કેએસ ભરત(વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ન જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, ઋતુરાજ ગાયકવાડ, મુકેશકુમાર અને સૂર્યકુમાર યાદવ.