હાર બાદ છેલ્લી ટેસ્ટ મેચ માટે BCCIએ જાહેરાત કરી નવી ભારતીય ટીમ, જાણો કોને મળ્યું સ્થાન….
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ ચાર મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફી ચાલી રહી છે. જેની પ્રથમ બે મેચોમાં ભારતે વિજય મેળવ્યો છે. અને ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતને કારમી હાર મળી છે. આ શ્રેણીની ચોથી છેલ્લી ટેસ્ટ મેચ 9 થી 13 માર્ચની વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવાની છે. આ છેલ્લી મેચ માટે બીસીસીઆઈ દ્વારા તાજેતરમાં 17 સભ્યોની નવી ભારતીય ટીમની મોટી જાહેરાત કરવામાં આવી છે.
અખિલ ભારતીય સિનિયર સિલેક્શન કમિટીએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ચોથી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની પસંગી કરી છે. જાહેર કરવામાં આવેલ નવી ટીમમાં રોહિત શર્માને ભારતીય ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાએ ભારત અને ત્રીજી ટેસ્ટ મેચમાં 9 વિકેટ હરાવ્યો છે. ત્યારબાદ હવે ચોથી ટેસ્ટ મેચ જીતવા માટે ભારતીય ટીમ આ મજબૂતર ટીમ સાથે મેદાના રમતી જોવા મળશે ચાલો તેના પર એક નજર કરીએ.
જાહેર કરવામાં આવેલ નવી ટીમમાં પ્રથમ ઓપનેર બેટ્સમેનો વિશે વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્માની સાથે KL રાહુલ ને ફરી એક વાર મોટી તક આપવામાં આવી છે ત્યાર બાદ ચેતેશ્વર પુજારા, સ્ટાર બેટ્સમેન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર અને વિકેટકીપર બેટ્સમેન તરીકે કે એસ ભરત અને ઈશાન કિશનને મોટું સ્થાન આપવામાં આવ્યું છે.
ત્યારબાદ ઓલરાઉન્ડર બેટ્સમેન વિશે વાત કરીએ તો અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જયદેવ ઉનડકટને મોટું સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ બોલિંગ લઈની વાત કરીએ તો સ્પીન બોલિંગ તરીકે કુલદીપ યાદવ અને ઉમેશ યાદવને મોટી તક આપવામાં આવી છે. વધુમાં ફાસ્ટ બોલિંગ તરીકે મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ માટે ભારતીય ટીમ નીચે મુજબ છે :-
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, કેએસ ભરત (વિકેટકીન), ઈશાન કિશન (વિકેટકીન), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.