હાર બાદ છેલ્લી વનડે માટે BCCIએ જાહેરાત કરી નવી ભારતીય ટીમ, જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી ત્રણ મેચોની વન-ડે સિરીઝની શાનદાર શરૂઆત થઈ છે. આ સિરીઝની પ્રથમ મેચમાં ભારતે શાનદાર વિજય મેળવ્યો હતો પરંતુ બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે ઇતિહાસની સૌથી મોટી હાર આપી છે. ત્યારબાદ હવે આ સિરીઝની છેલ્લી નિર્ણાયક મેચ 22 માર્ચના રોજ ચેન્નાઈ ખાતે રમવાની છે. ત્રીજી વન-ડે મેચ વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
બીજી મેચમાં હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એક્શનમાં આવ્યું છે અને તાત્કાલિક છેલ્લી વનડે મેચ માટે ભારતીય ટીમની નવી જાહેરાત કરવામાં આવી છે. જેમા ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ રોહિત શર્માને સોંપવામાં આવી છે. અને વાઇસ કેપ્ટનની મોટી જવાબદારી હાર્દિક પંડ્યાને આપવામાં આવી છે.
ભારત આ સિરીઝની ત્રીજી નિર્ણાયક મેચ જીતીને સમગ્ર સિરીઝમાં કબજો બનાવી શકે છે. જેને કારણે ભારતીય ટીમ ઘણા બદલાવો સાથે મેદાને રમતી જોવા મળશે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલ ભારતીય ટીમ વિશે વાત કરીએ તો ટીમ ઇન્ડિયાનો સ્ટાર પ્લેયર પ્રથમ મેચના પ્રેક્ટિસ સેશન દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. જેને કારણે તે સમગ્ર સીરીઝ માંથી બહાર થયો છે. ચાલો જાણીએ છેલ્લી વન-ડે મેચમાં ભારતીય ટીમ કેવી રહશે.
પ્રથમ મેચ દરમિયાન શ્રેયસ ઐયર ઇજાગ્રસ્ત થતાં ટીમમાંથી બહાર થયો છે. ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી વનડે સિરીઝ માટે પ્રથમ ઓપનિંગ બેટ્સમેનો વિશે વાત કરીએ તો રોહિત શર્મા, શુભમન ગીલ, વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, KL રાહુલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. વધુમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે ઈશાન કિશનને મોટી તક આપવામાં આવી છે.
ત્યાર બાદ ઓલરાઉન્ડર તરીકે રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકોરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ત્યારબાદ બોલિંગ લાઈનની વાત કરીએ તો કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિકને તક આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા :-
રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ અને જયદેવ ઉનડકટ.