WTC ફાઈનલ માટે KL રાહુલના રિપ્લેસમેન્ટની BCCIએ કરી જાહેરાત, 24 વર્ષીય આ ઘાતક ખેલાડીની ટીમમાં થઈ એન્ટ્રી, જાણો સમગ્ર ટીમ….
Ipl 2023ની 16મી સીઝન 28 મેના રોજ પૂર્ણ થવાની છે. અને ત્યારબાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ 9 જૂનથી શરૂ થવા જઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ ફાઈનલ મેચ ઇંગ્લેન્ડના ધ ઓવેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમવાની છે. આ મેચ માટે બીસીસીઆઈ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે.
BCCI એ તાજેતરમાં જ એક મોટી જાહેરાત દ્વારા ઇજાગ્રસ્ત થયેલ KL રાહુલના રિપ્લેસમેન્ટની મોટી જાહેરાત કરી છે. આ જાહેરાતની સાથે સાથે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે દ્વારા વધારાના ત્રણ સ્ટેન્ડ બાય ખેલાડીઓની પણ મોટી જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે કે એલ રાહુલ ipl 2023 દરમિયાન જાંઘના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. તેની ઈજા ખૂબ જ ગંભીર હોવાને કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માંથી પણ બહાર થયો છે.
KL રાહુલ ઈજાગ્રસ્ત થવાને કારણે ભારતીય ટીમને મોઢું નુકસાન થયું છે. ભારતીય ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં પહોંચ્યું છે. પ્રથમ વખત ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડના હાથે કારની હાર મળી હતી. પરંતુ હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને કોઈપણ ભોગે હરાવવા માંગે છે. જેને કારણે બીસીસીઆઈ દ્વારા ટીમ ઇન્ડિયામાં કેલ રાહુલના રિપ્લેસમેન્ટ તરીકે આ 24 વર્ષીય આ ઘાતક બેટ્સમેનની ટીમમાં એન્ટ્રી કરાવી છે. ચાલો જાણીએ આ ઘાતક ખિલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા સોમવારે 8 મેના રોજ ઇજાના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનની ફાઇનલ માંથી બહાર થયેલ રાહુલના સ્થાને ટીમ ઇન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વધુમાં તમને જણાવી દઈએ કે સ્ટેન્ડ બાય ખેલાડીઓ તરીકે બીસીસીઆઈએ ઋતુરાજ ગાયકવાડ, મુકેશ કુમાર અને સૂર્યકૂમાર યાદવનો સમાવેશ કર્યો છે.
WTC ફાઈનલ માટે સંપૂર્ણ ભારતીય ટીમ :- રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, ઉમેશ યાદવ, ઈશાન કિશન (wk), ઋતુરાજ ગાયકવાડ, મુકેશકુમાર અને સૂર્યકુમાર યાદવ.