BCCIએ ભારતીય ટીમના ખેલાડીઓનું કોન્ટ્રાક્ટ લિસ્ટ કર્યું જાહેર, જાડેજા-હાર્દિકનું પ્રમોશન, જાણો કોને કેટલા કરોડ મળશે….

તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝ પૂર્ણ થઈ છે. અને હવે 31 માર્ચથી આઈપીએલની 16મી સીઝન શરૂ થવા જઈ રહી છે. પરંતુ આ પહેલા એક મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા વર્ષ 2022-23 સીઝન માટે ભારતીય ટીમના તમામ ખેલાડીઓની વાર્ષિક કોન્ટ્રાક્ટ લિસ્ટની મોટી જાહેરાત કરી છે.

જાહેર કરવામાં આવેલ કોન્ટ્રાક્ટ લીસ્ટમાં ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ગ્રેટ A+ માં પ્રમોશન મળ્યું છે. જેને કારણે હવે તેની સેલેરી વાર્ષિક 7 કરોડ થઈ ગઈ છે. તો બીજી તરફ ટીમ ઇન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન KL રાહુલને ગ્રેડ A માંથી Bમાં ધકેલી દેવામાં આવ્યો છે. જેને કારણે હવે તેની વાર્ષિક સેલેરી 5 કરોડ નહીં પરંતુ 3 કરોડ ચૂકવવામાં આવશે.

BCCI દ્વારા જાહેર કરવામાં આવેલ આ કોન્ટ્રાક્ટર લિસ્ટમાં કુલ 26 ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે. ટી 20 ફોર્મેટનો કેપ્ટન હાર્દિક પંડ્યા પહેલા C ગ્રેડમાં હતો પરંતુ હવે B ગ્રેડમાં તેનું પ્રમોશન થયું છે. જેને કારણે હવે તેની સેલેરી 1 કરોડ નહીં પરંતુ 3 કરોડ ચૂકવવામાં આવશે. તેની સાથે અક્ષર પટેલને પણ B ગ્રેડમાં પ્રમોશન મળ્યું છે. ચાલો જાણીએ કોણ કોણ ક્યાં ગ્રેડમાં છે અને તેને કેટલા કરોડ મળશે….

તમને જણાવી દઈએ કે ગ્રેડ A+ માં કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, ઇજાગ્રસ્ત થયેલ સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ચારેય ખેલાડીઓને ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2023 દરમિયાન સાત સાત કરોડ રૂપિયા આપવામાં આવશે. ત્યારબાદ ગ્રેડ A માં હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, રિષભ પંત અને અક્ષર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પાંચેય ખેલાડીઓને વાર્ષિક પાંચ પાંચ કરોડ રૂપિયા આપવામાં આવશે. ગ્રેડ Bમાં ચેતેશ્વર પૂજારા, કે.એલ. રાહુલ, શ્રેયસ ઐય્યર, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ખેલાડીઓને ત્રણ ત્રણ કરોડ રૂપિયા આપવામાં આવશે. અને છેલ્લે C ગ્રેડમાં ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દૂલ ઠાકુર, ઇશાન કિશન, દીપક હુડ્ડા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વૉશિંગટન સુંદર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરતને એક એક કરોડ રૂપિયા આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *