બાંગ્લાદેશે ટોસ જીતીને લીધી બોલિંગ, રાહુલે આ બે મેચવીનર ખેલાડીઓને ટીમમાં કર્યા સામેલ, જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું…
ટીમ ઇન્ડિયા હાલ સમગ્ર સ્ટાફ સાથે બાંગ્લાદેશના પ્રવાસ પર પહોંચી છે. બાંગ્લાદેશના ઝહુર અહેમદ ચૌધરી સ્ટેડિયમ ખાતે આજે વનડે સિરીઝની ત્રીજી મેચ રમાઇ રહી છે. જેમાં બાંગ્લાદેશે ટોસ ટીસ જીતીને પ્રથમ બોલિંગ લીધી છે અને ટીમ ઇન્ડિયાને બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી છે. પ્રથમ વન-ડેમાં બાંગ્લાદેશે ભારતને 1 વિકેટે હરાવ્યું હતું. બીજી વન-ડે મેચમાં પણ બાંગ્લાદેશે ભારતને 5 રને કારમી હાર આપી હતી. ટીમ ઇન્ડિયાને સમગ્ર સિરીઝમાં શરમજનક હારથી બચવા માટે આ મેચ જીતવી ખૂબ જ અગત્યની છે.
બીજી વન-ડે મેચમાં રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હતો. જેને કારણે હાલ તે આરામ પર છે. ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કે એલ રાહુલને સોંપવામાં આવી છે. કે એલ રાહુલ કેપ્ટન બનતાની સાથે જ ટીમ ઇન્ડિયામાં ઘણા બદલાવો કર્યા છે તેણે આ બે ઘાતક મેચ વિનર ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું છે. ટીમ ઇન્ડિયામાં ઓપનર બેટ્સમેન તરીકે ઈશાન કિશન અને ફાસ્ટ બોલર તરીકે કુલદીપ યાદવને મોટી તક આપવામાં આવી છે. ચાલો જાણીએ બંને ટીમોની પ્લેઇંગ 11 વિશે.
પ્રથમ વન-ડે માટે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન : કે એલ રાહુલ (કેપ્ટન), ઈશાન કીશન, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ.
પ્રથમ વનડે માટે બાંગ્લાદેશ ટીમની પ્લેઇંગ ઇલેવન : નજમુલ હુસૈન શાંતો, લિટન દાસ (c), અનામુલ હક, શાકિબ અલ હસન, મુશ્ફિકુર રહીમ, મહમુદુલ્લાહ, અફીફ હુસૈન, મેહદી હસન મિરાજ, હસન મહમૂદ, ઇબાદત હુસૈન, મુસ્તફિઝુર રહેમાન.