ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર, આ દિગ્ગજ ખેલાડી ઇજાગ્રસ્ત થતાં ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ માંથી અચાનક થયો બહાર…
ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સિરીઝ પૂર્ણ થયા બાદ હવે 18 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડ સામે ઘર આંગણે 3 મેચોની વનડે સિરીઝ શરૂ થવા જઈ રહી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શરૂ થતી આ વન-ડે સિરીઝ બંને ટીમો માટે મહત્વની સાબિત થઈ શકે છે. આ ત્રણ મેચની વન-ડે સિરીઝ માટે તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા 16 સભ્યોની ભારતીય ટીમની મોટી જાહેરાત કરી હતી. પરંતુ ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે બીસીસીઆઈએ તાજેતરમાં જ ટ્વિટર દ્વારા ટ્વિટ કરીને આ સ્ટાર ખેલાડીની ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં બહાર થવાની સમગ્ર માહિતી આપી છે. ટીમ ઈન્ડિયાનો આ મેચ વિનર ખેલાડી ઈજાના કારણે વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. આ ખેલાડી શ્રીલંકા સામે ટીમ ઇન્ડિયા માટે મેચ વીનર સાબિત થયો હતો. આ સ્ટાર ખેલાડી બહાર થતા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વનડે મેચ 18 જાન્યુઆરીના રોજ હૈદરાબાદ ખાતે રમવાની છે. જેના કારણે હાલ બંને ટીમો હૈદરાબાદ ખાતે આવી પહોંચી છે. પરંતુ પ્રેક્ટિસ સમયે ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર ઇજાગ્રસ્ત થયો છે. જેને કારણે તે ન્યૂઝીલેન્ડ સામેની સમગ્ર વનડે સિરીઝ માંથી બહાર થયો છે. ટીમ ઇન્ડિયા માટે આ એક ખરાબ સમાચાર માની શકાય.
ન્યૂઝીલેન્ડ સામેની આ વનડે સિરીઝ શરૂ થાય તે પહેલા જ ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયા નો સ્ટાર બેટ્સમેન શ્રેયસ ટીમમાંથી બહાર થતા તેના સ્થાને રજત પાટીદારને વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. BCCI એ ટ્વિટ કરીને ચાહકોને શ્રેયસ અય્યરની ઈજા વિશે જાણકારી આપી છે. શ્રેયસ અય્યર પીઠની ઈજાને કારણે આ સિરીઝમાંથી બહાર થયો છે.
શ્રેયસ ઐયર છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે તેને શ્રીલંકા સામે પણ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. પરંતુ હાલ ઇજાને કારણે તે ન્યૂઝીલેન્ડ સામેની આ ત્રણ મેચોની વન-ડે સિરીઝમાંથી બહાર થયો છે. વર્ષ 2022માં 17 વન-ડે મેચોમાં 724 રન ફટકાર્યા હતા. ભારત માટે વનડેમાં તે વર્ષ 2022માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બન્યો હતો.