ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર, આ દિગ્ગજ ખેલાડી ગંભીર ઇજાઓને કારણે બાંગ્લાદેશ પ્રવાસ માંથી થયો બહાર…
ટીમ ઇન્ડિયા હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર ધૂમ મચાવતી જોવા મળી હતી. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ત્રણ મેચોની T 20 સિરીઝ અને 3 મેચોની વન-ડે સિરીઝ પૂર્ણ થઇ છે. જેમાં ત્રણ મેચોની ટી 20 સિરીઝમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે 1-0 થી ભવ્ય વિજય મેળવ્યો છે. આ વનડે સિરીઝમાં કેપ્ટનની કમાલ શિખર ધવનને સોંપવામાં આવી છે પરંતુ ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ સમગ્ર ટીમ ઇન્ડિયા 4 ડિસેમ્બરથી બાંગ્લાદેશના પ્રવાસે જઈ રહી છે.
બાંગ્લાદેશના પ્રવાસ પર ટીમ ઇન્ડિયા ત્રણ મેચોની વન-ડે સિરીઝ અને બે મેચોની ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ સિરીઝ શરૂ થતા પહેલા જ ટીમ ઇન્ડિયા માટે ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઇન્ડિયાનો ગુજરાતી સ્ટાર ઓલ રાઉન્ડર બેટ્સમેન ગંભીર ઇજાઓને કારણે ટીમમાંથી બહાર થયો છે. ટીમ ઇન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ માટે આ એક ખરાબ સમાચાર ગણી શકાય. ચાલો જાણીએ આ ગુજરાતી સ્ટાર ખેલાડી કોણ છે.
બીસીસીઆઈ દ્વારા ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ ડિસેમ્બર મહિનામાં શરૂ થતા બાંગ્લાદેશ પ્રવાસ માટે 17 સભ્યોની ટીમ ઈન્ડિયાની મોટી જાહેરાત કરી હતી પરંતુ ગંભીર ઇજાને કારણે રવિન્દ્ર જાડેજાને ટીમ માંથી બહાર કરવામાં આવ્યા છે. રવિન્દ્ર જાડેજાની ગંભીર ઇજાઓને કારણે તેઓ ઓસ્ટ્રેલિયામાં રમાયેલ t-20 વર્લ્ડ કપમાં પણ ભાગ લઈ શક્યા નહીં. ફરી એકવાર બાંગ્લાદેશ પ્રવાસમાં પણ તેઓ ભાગ લઈ શકશે નહીં.
રવિન્દ્ર જાડેજાની ગંભીર ઇજાઓને કારણે હજુ સુધી ફિટ થઈ શક્યા નથી. ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર બેટ્સમેન રવિન્દ્ર જાડેજાને બાંગ્લાદેશ સામેની વન-ડે અને ટેસ્ટ એમ બંને સિરીઝમાં સ્થાન આપવામાં આવ્યું હતું પરંતુ હજુ તેઓ ફિટ થયા નથી જેને કારણે બાંગ્લાદેશ પ્રવાસ તેઓ મિસ કરી રહ્યા છે. હજુ તેઓ ઈજાની રિકવરી માંથી બહાર આવી શક્યા નથી. એશિયા કપ દરમિયાન રવિન્દ્ર જાડેજા ઈજગ્રસ્ત થયો હતો. બાંગ્લાદેશ પ્રવાસ સામે રવિન્દ્ર જાડેજાની આ ઇજાઓ ટીમ ઇન્ડિયા માટે મોટો ચિંતાનો વિષય બની છે.
બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમ ઇન્ડિયામાં ઓલરાઉન્ડર બેટ્સમેન તરીકે રવિન્દ્ર જાડેજા ઉપરાંત અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ ઇજાઓને કારણે રવિન્દ્ર જાડેજા આ શ્રેણીમાંથી બહાર થયા છે જેને કારણે આ અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર આ બંનેમાંથી કોઈ એકને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. અક્ષર પટેલની પસંદગી થવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.