ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર, પંત અને શમી બાદ આ યુવા ખેલાડી પણ પ્રેક્ટિસ સેશન દરમિયાન થયો ઇજાગ્રસ્ત…
ટીમ ઇન્ડિયા હાલ સમગ્ર સ્ટાફ સાથે બાંગ્લાદેશના પ્રવાસ પર છે. જ્યાં ત્રણ મેચોની વનડે સિરીઝની શરૂઆત થઈ છે. જેની પ્રથમ મેચ 4 ડિસેમ્બરના રોજ ઢાંકામાં રમાય હતી. આ મેચમાં બાંગ્લાદેશે ભારતને 1 વિકેટે કરાવ્યું હતું. બાંગ્લાદેશ પ્રથમ મેચ જીતતા આ સમગ્ર સિરીઝ માં 1-0થી લીડ મેળવી છે. ટીમ ઇન્ડિયાને આગામી બંને મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. પરંતુ બીજી મેચ પહેલા ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.
ટીમ ઇન્ડિયામાં છેલ્લા ઘણા સમયથી ખૂબ જ મોટા બદલાવો કરવામાં આવી રહ્યા છે. કેટલાક સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. તો કેટલાક નવા યુવા ખેલાડીઓ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો બીજી તરફ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ઇજાને કારણે બહાર થતા જોવા મળ્યા છે. પ્રથમ વનડે મેચ પહેલા રિષભ પંથ અને મોહમ્મદ શમી ઇજાને કારણે બહાર થયા હતા.
ત્યારબાદ બીજી વન-ડે મેચ પહેલા હજુ એક ખેલાડી ઇજાગ્રસ્ત થયો છે. ઇજાને કારણે તે બહાર પણ થઈ શકે છે. ચાલો જાણીએ આ ઘાતક ખેલાડી કોણ છે. બીજી વન-ડે મેચ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. તાજેતરમાં જ મીડિયા અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે ટીમ ઇન્ડિયાનો ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર પ્રેક્ટિસ દરમિયાન ગંભીર ઇજાગ્રસ્ત થયો છે. તે રમી શકે તેવી હાલતમાં નથી.
મેડિકલ ટીમ દ્વારા તેને ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. હાલ શાર્દુલ ઠાકુરને મેડિકલ ટીમની નજર હેઠળ રાખવામાં આવ્યો છે. તે હાલ આરામ કરી રહ્યો છે. ગંભીર ઇજાઓને કારણે આગામી બીજી મેચમાંથી તે બહાર થઈ શકે છે. ટૂંક સમયમાં બીસીસીઆઇ દ્વારા આ બાબતે સમગ્ર વિગતવાર માહિતી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા જાહેર કરવામાં આવશે.
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર પણ શાર્દુલ ઠાકુર ખુબજ જોરદાર ફોર્મમાં જોવા મળ્યા હતો. છેલ્લા ઘણા સમયથી તે ખૂબ જ સારું પ્રદર્શન બતાવી રહ્યો છે. તે બોલિંગની સાથે સાથે બેટિંગમાં પણ સારું પ્રદર્શન બતાવી શકે છે. શાર્દુલ ઠાકુર પ્રેક્ટિસ સેશન દરમિયાન ઇજાગ્રસ્ત થતાં ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કારણકે આ સમગ્ર સિરીઝ જીતવા માટે આગામી બંને મેચો જીતવી ખૂબ જ અગત્યની છે. શાર્દુલ ઠાકુરના સ્થાને યુવા ફાસ્ટ બોલર ઉમેરાન મલિકને મોટી તક આપવામાં આવી શકે છે.