અમદાવાદ ટેસ્ટ પહેલા આવ્યા ખરાબ સમાચાર, 410 વિકેટ લેનાર આ સ્ટાર ખેલાડીએ અચાનક કરી સંન્યાસની જાહેરાત…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ 4 મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફી ચાલી રહી છે. આ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ બંને મેચોમાં ભારતે શાનદાર વિજય મેળવ્યો છે. પરંતુ આ ટેસ્ટ સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ જે ઇન્દોરમાં રમવામાં આવી હતી. તેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 વિકેટે હરાવ્યું હતું. ભારતને આ સમગ્ર ટેસ્ટ સીરીઝમાં હજુ પણ 2-1ની લીડમાં છે. ભારતીય ટીમને આ સમગ્ર સીરીઝ જીતવા માટે આગામી છેલ્લી ટેસ્ટ મેચ જીતવી ખૂબ જ અગત્યની છે.
ઓસ્ટ્રેલિયા સામેની આ ચાર મેચોની ટેસ્ટ સીરીઝની ચોથી છેલ્લી મેચ 9 માર્ચથી 13 માર્ચની વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમવાની છે. અમદાવાદ ટેસ્ટ પહેલા એક મોટા ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. 410 વિકેટ ઝડપનાર આ સ્ટાર દિગ્ગજ ખેલાડીએ અચાનક જ ક્રિકેટના તમામ ફોર્મેટ માંથી નિવૃત્તિની મોટી જાહેરાત કરી છે.
તમને જણાવી દઈએ કે 36 વર્ષય આ સ્ટાર ખેલાડીએ પોતાના ક્રિકેટ કરિયરમાં 410 ફર્સ્ટ ક્લાસ વિકેટો ઝડપી હતી. ક્રિકેટ જગતમાં અત્યાર સુધીમાં ઘણા સ્ટાર ખેલાડીઓ પોતાના ખરાબ ફોર્મ અને વધતી ઉમરના કારણે ક્રિકેટમાંથી સન્યાસ લેતા હોય છે. હાલમાં ચાલી રહેલ ચાર મેચોની ટેસ્ટ સીરીઝની મધ્યમાં એક મોટા ખરાબ સમાચાર સામે આવ્યા છે. ચાલો તેના પર એક નજર કરીએ.
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ટ્રેન્ટ કોપલેન્ડે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસની મોટી જાહેરાત કરી છે. આ સ્ટાર ખેલાડીનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરની કહાની ખૂબ જ રસપ્રદ રહી છે. આ સ્ટાર ખેલાડીએ ઓસ્ટ્રેલિયા માટે માત્ર ત્રણ ટેસ્ટ મેચો જ રમી છે. આંતરરાષ્ટ્રીય કરિયર ફક્ત 17 દિવસનું જ રહ્યું છે. આ ત્રણ ટેસ્ટ મેચોમાં તેને છ વિકેટો ઝડપી હતી. આ 17 દિવસનું કરિયર 2011માં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાયેલ ત્રણ ટેસ્ટ મેચનું રહ્યું હતું.
તમને જણાવી દઈએ કે ટ્રેન્ટ કોપલેન્ડે પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્રારા ટ્વિટ કરીને સમગ્ર નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે હું હવે 37 વર્ષના થવા આવ્યો છું. મારે હવે નિવૃત્તિ લેવાનો સમય થઈ ગયો છે. અને યુવા ખેલાડીઓને હવે તક મળવી જરૂરી છે. 112 ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેણે 410 ફર્સ્ટ ક્લાસ વિકેટ પોતાના નામે કરી છે.