ખરાબ સમાચાર, વર્લ્ડ કપમાં શરમજનક હાર બાદ આ 2 ભારતીય ખેલાડીઓએ રાતોરાત કરી નિવૃત્તિ લેવાની વાત…
હાલમાં અમદાવાદ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમે ફાઇનલ મેચ જીતીને છઠ્ઠો વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતીય ટીમે વર્લ્ડ કપની દરેક મેચમાં જીત મેળવી પરંતુ ફાઇનલમાં હાર મળી છે. મેચ પૂર્ણ થયા બાદ એક અન્ય ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે.
રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લે ઘણા સમયથી સતત જીત મેળવતી જોવા મળી હતી. ભારતીય ટીમની બેટિંગ અને બોલિંગ લાઇન ઘણી મજબૂત હતી પરંતુ વર્લ્ડ કપ જીતવામાં નિષ્ફળતા મળી છે. બીજી તરફ ઉંમર વધવાના કારણે હવે ઘણા ખેલાડીઓ આગામી વર્લ્ડકપ રમી શકે તેમ નથી. તાજેતરમાં જ આવા કિસ્સાઓ સામે આવ્યા છે. આ બે ખેલાડીઓએ નિવૃત્તિ લેવાની વાત પણ કરી છે.
વર્લ્ડ કપમાં હાર મળ્યા બાદ આ બે ભારતીય ખેલાડીઓએ ઇન્ટરવ્યૂ દરમિયાન નિવૃત્તિ લેવા વિશે ઘણી મહત્વની વાતો જણાવી હતી. તેઓએ કહ્યું હતું કે અમને ખ્યાલ હતો કે અમારો છેલ્લો વર્લ્ડકપ છે. આગામી સમયમાં સ્થાન મળશે નહીં પરંતુ અમે જીત અપાવી શક્યા નહીં. હવે નિવૃત્તિ સિવાય કોઈ ઓપ્શન રહ્યો નથી. તો ચાલો આપણે જાણીએ કે આ બે ભારતીય ખેલાડીઓ કોણ કોણ છે.
સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર સુપર સિનિયર ઓલ રાઉન્ડર રવિચંદ્રન અશ્વિન હવે નિવૃત્તિ લઈ શકે છે. તેણે વર્લ્ડ કપ શરૂ થયો ત્યારે જ કહ્યું હતું કે મને ખ્યાલ ન હતો કે આ વર્લ્ડ કપમાં મને સ્થાન મળશે પરંતુ મને સામેલ કરવામાં આવ્યો હતો. મને ખ્યાલ છે કે આ મારો છેલ્લો વર્લ્ડકપ છે. આ ઉપરાંત નિવૃત્તિનો શ્રેષ્ઠ સમય છે. આવા કારણોસર હવે તે નિવૃત્તિ જાહેર કરશે તે પણ નક્કી છે.
બીજી તરફ હવે મોહમ્મદ શમીને પણ સ્થાન મળવું મુશ્કેલ છે કારણ કે આ વર્લ્ડ કપમાં તેને સ્થાન મળવાનું નહોતું પરંતુ એશિયા કપમાં અચાનક જ તેને બુમરાહના સ્થાને સામેલ કરવામાં આવ્યો હતો અને તે સફળ રહ્યો હતો. આગામી સમયમાં ભારતીય ટીમ અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા યુવા ખેલાડીઓને અજમાવી શકે છે. જેથી શમી પણ નિવૃત્તિ જાહેર કરી શકે છે.