ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને લીધી બેટિંગ, રોહિતે આ બે સ્ટાર ખેલાડીઓને એક સાથે કરાવ્યું ડેબ્યું, જાણો કોને મળ્યું સ્થાન….
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે નાગપુર ખાતે 4 મેચોની ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ રમવા જઈ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે નાગપુર ખાતે પ્રથમ ટોચ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે અને ભારતીય ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી છે. ભારતીય ટીમ ખૂબ જ બદલાયેલી હોય તેવું લાગી રહ્યું છે.
કેપ્ટન રોહિત શર્માએ ભારતીય ટીમને વધુ મજબૂત બનાવવા માટે આ બે સ્ટાર યુવા ખેલાડીઓને એક સાથે ડેબ્યૂ કરવાની મોટી તક આપી છે. કેપ્ટન રોહિત શર્માએ આ સિરીઝને જીતવા માટે મોટા નિર્ણયો લીધા છે અને સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઇલેવન મેદાનને ઉતારી છે. ચાલો ઓસ્ટ્રેલિયા સામેની આ પ્રથમ ટેસ્ટ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ઉતારે પ્લેઈંગ ઇલેવન પર એક નજર કરીએ.
કેપ્ટન રોહિત શર્માએ ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન માંથી ટીમ ઇન્ડિયાના સ્ટાર બે મોટા મેચ વિનર ખેલાડી જેવા કે શુભમન ગીલ અને ઈશાન નિશાનને બહારનો રસ્તો બતાવ્યો છે તેના સ્થાને બે મોટા ખેલાડીઓને એક સાથે ટેબ્યુ કરવાની તક આપે છે. જેમાં સૂર્યકુમાર યાદવ અને કે એસ ભરતને એક સાથે ડેબ્યું કરાવ્યું છે.
પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની પ્લેઈંગ 11:
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.