ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને લીધી બેટિંગ, રોહિતે આ સ્ટાર ખેલાડીનું કરિયર કર્યું ખતમ, જાણો સમગ્ર ટીમ….
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝની અંતિમ નિર્ણાયક આજે ચેન્નાઇ ખાતે રમાઈ રહી છે. આ સિરીઝની બીજી વન-ડે મેચમાં ભારતે 10 વિકેટએ હાર મળી હતી. ત્યારબાદ હવે આજથી ચેન્નાઈ ખાતે ત્રીજી વન-ડે મેચ રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મીથે પ્રથમ ટોચ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. અને ભારતને બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી છે.
ચેન્નઈમાં બંને ટીમો આમને સામને જોવા મળી રહી છે. ચેન્નાઈની ગરમીને ધ્યાનમાં રાખીને રોહિતે ત્રણ સ્પિનરોનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રોહિત શર્માએ ત્રીજી વન-ડે મેચ દરમિયાન ટોચ દરમિયાન જણાવ્યું છે કે આ મેચ અમારા માટે ખૂબ જ અગત્યની છે. ચેન્નાઈની પીચને ધ્યાનમાં રાખીને એક પણ બદલાવ કરવામાં આવ્યો નથી.
કેપ્ટન રોહિત શર્મા પ્રથમ મેચમાં ફ્લોપ સાબિત થયેલ ઈશાન કિશન અને શાર્દુલને ત્રીજી વનડે મેચ દરમિયાન બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. પ્રથમ વન-ડે મેચ દરમિયાન નિશાન કિશન કંઈ ખાસ કમાલ કરી બતાવ્યું નથી જેને કારણે તેને છેલ્લી મેચમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
ત્રીજી મેચ દરમિયાન પણ તેને સ્થાન આપવામાં આવ્યું નથી જેને કારણે હાલ તેના વન-ડે કરિયરને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે. ચાલો જાણીએ ભારતની સંપૂર્ણ પ્લેઇંગ 11.
ભારતીય ટીમ: શુભમન ગિલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.