પ્રથમ દિવસના અંતે સુનિલ ગાવસ્કરે કહ્યું- કુલદીપ યાદવની જગ્યાએ આ ખેલાડીને બહાર કરવાની હતી જરૂર…
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચોની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે જેની પ્રથમ મેચમાં ભારતે 188 રને ભવ્ય જીત મેળવી હતી. ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ 26 ડિસેમ્બરથી પૂર્ણ થવા જઈ રહ્યો છે. હાલ બે મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ મીરપુર ખાતે રમાઈ રહી છે. કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ પ્રવાસ પર હાથના ભાગે ગંભીરે ઇજાગ્રસ્ત થતા ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે.
રોહિત શર્માની ગેરહાજરીમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ KL રાહુલને સોંપવામાં આવી છે. રમાઈ રહેલ બીજી ટેસ્ટ મેચ વિશે વાત કરીએ તો પ્રથમ બાંગ્લાદેશના કેપ્ટન લીટન દાસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ટીમ ઇન્ડિયાને બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયામાં ઘણા બદલાવો કરવામાં આવ્યા છે.
પ્રથમ મેચમાં મેન ઓફ ધ મેચ બનેલ કુલદીપ યાદવને બીજી ટેસ્ટ મેચ માંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. યાદવના સ્થાને જયદેવ ઉનડકટને 12 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં પ્લેઇંગ 11માં સ્થાન આપવામાં આવ્યું છે. પ્રથમ દિવસના અંતે સુનિલ ગાવસ્કરે મોટું નિવેદન આપ્યું છે તેણે જણાવ્યું છે કે કુલદીપ યાદવે પ્રથમ ટેસ્ટ મેચમાં ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું.
સુનિલ ગાવસ્કર જણાવે છે કે પ્રથમ ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવે 8 મહત્વની વિકેટ લીધી હતી અને 40 રન બનાવ્યા હતા. બીજી ટેસ્ટ મેચમાં રાહુલે કુલદીપ યાદવને બહારનો રસ્તો બતાવીને મોટી ભૂલ કરી છે. કે એલ રાહુલે આ સૌથી મોટો ખોટો નિર્ણય લીધો છે. જેને કારણે ટીમ ઇન્ડિયાને ભારે નુકસાની થઈ શકે છે. તેણે વધુમાં જણાવ્યું છે કે જો રાહુલને ટીમમાં ફાસ્ટ બોલીંગનો વિકલ્પ વધારવો હોય તો કુલદીપ યાદવને નહીં પરંતુ તેના સ્થાને અક્ષર પટેલને બહારનો રસ્તો બતાવીને જયદેવ ઉનડકટને ટીમમાં સ્થાન આપવું હતું.
તને વધુમાં જણાવ્યું છે કે કુલદીપ યાદવ હાલ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે તેને ટીમમાંથી બહાર કરવો ટીમ માટે ખૂબ જ મોટું જોખમ લીધા બરાબર થશે. કુલદીપ યાદવે અત્યાર સુધી એક પણ ભૂલ કરી નથી અને ખૂબ જ સારું પર્ફોર્મન્સ બતાવી રહ્યો છે. જેના કારણે તેને બહાર કરવો જોઈએ નહીં. કુલદીપ યાદવના સ્થાને અક્ષર પટેલ અને અશ્વિનને બહારનો રસ્તો બતાવીને ટીમમાં બદલાવો કરવા જોઈએ. કુલદીપ યાદવને બહારનો રસ્તો બતાવીને ટીમ ઇન્ડિયાની મેનેજમેન્ટ ટીમ અને કેપ્ટન વારંવાર ભૂલો કરી રહ્યા છે.