આર અશ્વિને કહ્યું- ઈશાન કે સૂર્યા નહીં પરંતુ આ યુવા ખેલાડી રિષભ પંતની ગેરહાજરી કરશે પૂરી…

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની t20 સિરીઝ પૂર્ણ થયા બાદ હવે ભારત 9 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે ઘર આંગણે ચાર મેચોની ટેસ્ટ શ્રેણી રમવા જઈ રહી છે. તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા ઓસ્ટ્રેલિયા સામેની આ ચાર મેચોની ટેસ્ટ સીરીઝની પ્રથમ બે મેચો માટે 17 સભ્યોની ભારતીય ટીમની મોટી જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયા સામેની આ ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ 9 થી 13 ફેબ્રુઆરીની વચ્ચે નાગપુર ખાતે રમવાની છે.

તમને જણાવી દઈએ કે અશ્વિન ને તાજેતરમાં જ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. થોડા સમય પહેલા ટીમ ઇન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત રોડ અકસ્માતને કારણે ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને કારણે તે હવે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઇન્ડિયાનો ભાગ બની શકશે નહીં. 30 ડિસેમ્બરના રોજ તેનું કાર અકસ્માત થયો હતો. જેમાં તે ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થયો હતો.

ઓસ્ટ્રેલિયા સામેની આ ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડિયામાં રિષભ પંથની ખોટ દેખાઈ રહી છે. તે ટીમ ઇન્ડિયાના ટેસ્ટ ફોર્મેટમાં સૌથી મોટો મેચ વિનર ખેલાડી છે. પરંતુ ટીમ ઇન્ડિયાનો સ્પિનર આર અશ્વિને પંત વિશે ચોંકાવનારું નિવેદન આપ્યું છે તેણે એક એવા ખેલાડીનું નામ આપ્યું છે કે જે ટેસ્ટ શ્રેણીમાં તેની ગેરહાજરી પૂર્ણ કરી શકે છે. ચાલો તેના પર વિગતવાર ચર્ચા કરીએ.

ક્રિકેટ જગતના ઘણા નિષ્ણાતો માને છે કે સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન ઓસ્ટ્રેલિયા સામેની આ શ્રેણીમાં પંતની ગેરહાજરી પૂરી કરી શકે છે પરંતુ આર અશ્વિને તેના વિશે ચોંકાવનારું નામ આપ્યું છે. શ્રેયસ ઐયર પ્રથમ ટેસ્ટ મેચમાં રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. આર અશ્વિન માને છે કે શ્રેયસ ઐયર ટેસ્ટમાં રીષભ પંતની જગ્યા ભરી શકે છે.

અશ્વિને youtube ચેનલના માધ્યમથી કહ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી રિષભ પંથની સાથે શ્રેયસ ઐયર ભારતીય ટીમનો ટેસ્ટ બેટ્સમેન રહ્યો છે. તે ભારતીય બેટિંગ ઓર્ડરનો મહત્વનો આધાર સ્તંભ બન્યો છે. શ્રેયસ ઐયર ભારતનો મહત્વનો મેચવિનર ખેલાડી સાબિત થઈ શકે છે. મીડિયા અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે શ્રેયસ ઇજાને કારણે પ્રથમ ટેસ્ટ મેચ માંથી બહાર થયો છે તેના પીઠના ભાગે ગંભીર ઇજા પહોંચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *