અશ્વિન બહાર, રોહિતે મેચના 12 કલાક પહેલા જણાવી પ્લેઇંગ ઈલેવન, જાણો કોને મળશે સ્થાન….
ગઈકાલે ચેન્નાઇ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જબરદસ્ત મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે જીત મેળવી છે. હવે ભારતીય ટીમ વર્લ્ડ કપની બીજી મેચ બુધવારના રોજ અફઘાનિસ્તાન સામે રમવાની છે. હાલમાં બંને ટીમો મેદાન પર આવી પહોંચી છે અને સતત પ્રેક્ટિસ કરતી જોવા મળી છે. આ મેચ પહેલા રોહિત શર્મા દ્વારા એક મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભારતને જીત મળી પરંતુ મેચ દરમિયાન બેટિંગ અને બોલિંગ બંને લાઈનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ કારણોસર હવે અફઘાનિસ્તાન સામેની મેચમાં ફરી એક વખત બદલાવો કરવામાં આવશે. હાલમાં જ રોહિત શર્માએ આ સમગ્ર માહિતી આપી છે. તો ચાલો આપણે સમગ્ર ટીમ પર એક નજર કરીએ જાણીએ કે કોને કોને સ્થાન મળી શકે છે.
સૌપ્રથમ ઓપનિંગ જોડીની વાત કરીએ તો ઇશાન કિશન અને રોહિત ફરી એક વખત ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. ગીલના મેડીકલ રિપોર્ટ હજુ આવ્યા નથી. આવી સ્થિતિમાં ઇશાન કિશનને ફરી એક વખત સોનેરી તક આપવામાં આવશે. આ ઉપરાંત વિરાટ કોહલી ફરી એક વખત નંબર ત્રણ પર બેટિંગ કરીને ધમાલ મચાવતો જોવા મળશે. તે હાલમાં જબરદસ્ત ફોર્મમાં જોવા મળ્યો છે.
મધ્યમ ક્રમની વાત કરીએ તો શ્રેયસ ઐયરને નંબર 4 પર સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત કેએલ રાહુલ તરીકે નંબર 5 પર બેટિંગ કરતો જોવા મળશે. હાર્દિક પંડ્યા નંબર 6 પર અને રવિન્દ્ર જાડેજા નંબર 7 પર ઓલ રાઉન્ડર તરીકેની જવાબદારી નિભાવશે. આ બંને ગુજરાતી ખેલાડીઓ ફરી એક વખત બોલિંગ અને બેટિંગ બંનેમાં મહત્વપૂર્ણ રહી શકે છે.
બોલિંગ લાઈનની વાત કરીએ તો સ્પીન બોલર તરીકે કુલદીપ યાદવને સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત અશ્વિનને બહાર કરીને શાર્દુલ ઠાકુર અથવા મોહમ્મદ શમીને મેદાને ઉતારવામાં આવશે. ત્યારબાદ ફાસ્ટ બોલરો તરીકે બુમરાહ અને મોહમ્મદ સિરાજને મેદાને ઉતારવામાં આવશે. આ મજબૂત ટીમ ફરી એક વખત વર્લ્ડ કપમાં ધમાલ મચાવશે. અફઘાનિસ્તાન સામેની મેચ ઘણી મહત્વની સાબિત થશે.