પ્રથમ દિવસે 3 વિકેટ ઝડપીને અશ્વિને રચ્યો ઇતિહાસ, આ મોટો વર્લ્ડ રેકોર્ડ કર્યો પોતાને નામ…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ આજે નાગપુર ખાતે શરૂ થઈ છે. આ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 9 થી 13 ફેબ્રુઆરીની વચ્ચે રમવાની છે. આ ટેસ્ટ સીરીઝના પ્રથમ દિવસે જ ભારતીય બોલરો ખૂબ જ શાનદાર ફોર્મમાં જોવા મળ્યા હતા. ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયન ટીમ સામે એક અનોખી છાપ છોડી છે. ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટો દુશ્મન આર અશ્વિને આ મેચ દરમિયાન એક મોટો ઇતિહાસ બનાવ્યો છે.
ટેસ્ટ મેચની પ્રથમ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને બેટિંગ કરવાનું નક્કી કર્યું હતું અને ભારતીય ટીમને બોલિંગ કરવા માટે મેદાન આમંત્રિત કરી હતી. ભારતીય બોલરોએ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવીને ઓસ્ટ્રેલિયન ટીમને ફક્ત 63.5 ઓવરમાં 177 રન બનાવીને ઓલ આઉટ કરી હતી.
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં રવિશ્ચંદ્ર અશ્વિને ભારત માટે એક શાનદાર મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અશ્વિને આ સિરીઝમાં પોતાની પહેલી વિકેટ લેતાની સાથે જ એક અનોખો રેકોર્ડ પોતાના નામે દર્જ કર્યો છે. પ્રથમ દિવસે રવિશ્ચંદ્ર અશ્વિને 3 મહત્વની વિકેટ ઝડપી હતી. આ મેચમાં પ્રથમ વિકેટ લેતા જ 450 ટેસ્ટ વિકેટ લેવાનો મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
તમને જણાવી દઈએ કે અશ્વિને નાગપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ વિકેટ ઝડપીને 450 ટેસ્ટ વિકેટ ઝડપવાનો મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અશ્વિને તેની 89મી ટેસ્ટ મેચમાં 450 વિકેટ લઈને આ સિદ્ધિ મેળવનાર સૌથી ઝડપી ભારતીય બોલર બન્યો છે. આ બાબતે ટીમ ઇન્ડિયાનો સ્ટાર દિગ્ગજ બોલર અનિલ કુંબલેને પણ પાછળ છોડી મૂક્યો છે.
તમને જણાવી દઈએ કે આ મામલે શ્રીલંકાના સ્ટાર બોલર મુરલીધરન 450મી ટેસ્ટ ક્રિકેટ મેળવનાર વિશ્વનો પ્રથમ ઝડપી બોલર છે. ત્યારબાદ અશ્વિને અનિલ કુંભલેને પાછળ છોડીને આ મામલે વિશ્વનો બીજો સૌથી ઝડપી 450 વિકેટ પૂર્ણ કરનારો ખેલાડી બન્યો છે. ભારતીય ટીમ આ મેચ દરમિયાન ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે આ સિરીઝ જીતવી ખૂબ જ અગત્યની છે.