આશિષ નેહરાએ કહ્યું- આ ખેલાડી રિંકુ સિંહ કરતા પણ ઘાતક બેટ્સમેન છે, ગુજરાતને IPL 2024માં એકલા હાથે અપાવશે જીત…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં પાંચ મેચોની ટી-20 સિરીઝ રમાઈ રહી હતી. આ સિરીઝ હાલમાં પૂર્ણ થઈ છે. હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર જવાની છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી-20, વનડે અને ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ આઇપીએલ 2024ની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. હાલમાં આ બાબતે આશિષ નેહરાએ એક મહત્વની બાબત જણાવી છે.
છેલ્લા ઘણા સમયથી આઇપીએલની દરેક ટીમો ખેલાડીઓનું કોમ્બિનેશન બનાવતી જોવા મળી હતી. હાલમાં રિટેન્શન લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. બીજી તરફ આઇપીએલ પહેલા હાલમાં રીન્કુ સિંહ જેવા ખેલાડીઓ તબાહી મચાવતા જોવા મળ્યા છે. તેણે મજબૂત ફિનીશર તરીકે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. બીજી તરફ આશિષ નેહરાએ હાલમાં રીન્કુ કરતા પણ આ ખેલાડીને વધુ ઘાતક ગણાવ્યો છે.
આશિષ નેહરાએ તાજેતરમાં ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે આ ખેલાડી રીન્કુ સિંહ કરતા પણ ઘાતક બેટ્સમેન છે. ગુજરાત ટાઇટન્સ માટે તે હંમેશા મહત્વપૂર્ણ રહ્યો છે. હાલમાં જ તેણે 99 રન બનાવ્યા હતા અને ડોમેસ્ટિક ક્રિકેટમાં તબાહી મચાવી હતી. તે અમારા માટે સફળ ફિનિશર સાબિત થશે તે નક્કી છે. તો ચાલો આપણે જાણીએ કે ગુજરાતનો આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે આશિષ નેહરાએ તાજેતરમાં રાહુલ તેવટીયાના ખૂબ વખાણ કર્યા છે. તેણે જણાવ્યું હતું કે રાહુલ તેવટીયા ગઈ સિઝનમાં અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો હતો. હાલમાં તે હરિયાણા તરફથી રમીને ડોમેસ્ટિક ક્રિકેટમાં ધમાલ મચાવી રહ્યો છે. તાજેતરમાં જ તેણે 99 રન બનાવ્યા હતા. બીજી તરફ તે રીન્કુ કરતા પણ ઘાતક બેટિંગ કરી શકે છે અને મોટો સ્કોર બનાવી શકે છે.
આશિષ નેહરાએ વધુમાં જણાવ્યું કે રાશિદ ખાન અને રાહુલ તેવટીયા જેવા ખેલાડી હોવાના કારણે ગુજરાત માટે ફરી એક વખત ટ્રોફી જીતવાની સારી તક રહેલી છે. અત્યારથી જ કોમ્બિનેશન મજબૂત બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આઇપીએલ 2024 તમામ ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ રહેશે. સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને વર્લ્ડ કપમાં પણ સ્થાન આપવામાં આવશે.