આશિષ નેહરાએ કર્યો ધડાકો, હાર્દિક પંડ્યા કરતા વધુ ઘાતક ખેલાડીની ગુજરાતની ટીમમાં કરી એન્ટ્રી…
IPL 2013ની તૈયારીઓ પૂરમાં શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં તમામ ટીમો દ્વારા રિટર્ન અને રિલીઝ ખેલાડીઓની યાદીઓ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ 23 ડિસેમ્બરના રોજ કેરલના કોચી ખાતે આઇપીએલ 2023ની મીની ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ટીમો દ્વારા ઘણા નવા યુવા ખેલાડીઓ અને સિનિયર ખેલાડીઓ પર પૈસાનો વરસાદ વરસાવ્યો હતો.
આ ઓક્શનમાં આઈપીએલ ઇતિહાસનો 15 વર્ષ જુનો ઇતિહાસ પણ તૂટ્યો હતો. ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો તેણે ઘણી મોટી બોલી લગાવીને સારા સારા ખેલાડીઓ પસંદ કરીને ખરીદ્યા હતા. ગુજરાતની ટીમ લોન્ચ થતાની સાથે જ પ્રથમ સિઝનમાં જ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ IPLની પ્રથમ ટ્રોફી પોતાના નામે કરી હતી. આ જીતમાં ટીમના કોચ આશિષ નેહરા એ ખૂબ જ મોટું યોગદાન આપ્યું હતું.
ગુજરાતની ટીમને ફરી એકવાર મજબૂત બનાવવા માટે કોચ આશિષ નેહરાએ ઓક્શન 2023 માં ધડાકો કર્યો છે. તેણે હાર્દિક પંડ્યાથી પણ વધુ ઘાતક ખેલાડીને ટીમમાં સામેલ કરીને ટીમની સ્થિતિને વધુ મજબૂત કરી છે. આશિષ નેહરા ફરી એકવાર ટીમને IPL 2023 ની ટ્રોફી જીતે તે માટે ઘણા મોટા નિર્ણયો લઈ રહ્યા છે. કેરલ ખાતે યોજાયેલ મીની ઓક્શનમાં ફરી એકવાર મોટી ચાલ રમી હતી.
તમને જણાવી દઈએ કે ગુજરાતના હેડ કોચ આશિષ નેહરાએ હરાજીની શરૂઆતમાં જ કેન વિલિયમ્સનને બે કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. કેન વિલિયમસન અત્યાર સુધી હૈદરાબાદની કેપ્ટનશીપ સંભાળતો જોવા મળ્યો હતો. પરંતુ ત્યારબાદ તેને આ વર્ષે રિલીઝ કરવામાં આવ્યો છે. જેને કારણે તે ફરી એકવાર હરીજીના લિસ્ટમાં સામેલ થયો હતો. પરંતુ આશિષ નેહરાએ મોટો ધડાકો કરીને તેને ગુજરાત ટાઇટલ્સની ટીમમાં એન્ટ્રી કરાવી છે.
કેન વિલિયમસન વિશ્વનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન માનવામાં આવે છે. તે ન્યુઝીલેન્ડની ટીમ તરફથી રમતો જોવા મળે છે. તેને ઘણી વખત પોતાની ટીમને નિર્ણાયક મેચોમાં મોટી જીતો પણ અપાવી છે. તો આ સાથે જ IPL ટુર્નામેન્ટમાં પણ ઘણી સારી રમત બતાવી રહ્યો હતો. આ વખતે ગુજરાત ટાઇટન્સ તરફથી રમતો જોવા મળશે. ગુજરાતની ટીમે બે કરોડ ખર્ચીને કેન વિલિયમ્સને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.