ત્રીજી મેચમાં પણ આ દિગ્ગજ ખેલાડી ફ્લોપ સાબિત થતાં ચાહકો થયા ગુસ્સે કહ્યું – તારે હવે ક્રિકેટ છોડવી જોઈએ…
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની t20 સિરીઝ હવે પૂર્ણ થઈ છે પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી તો બીજી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે 65 રને વિજય મેળવ્યો હતો. ત્રીજી ટી ટ્વેન્ટી મેચ આજે રમાય હતી જેમાં શરૂ મેચમાં વરસાદને કારણે આ મેચ ટાઇ થઈ છે. આ મેચ વિશે વિગતવાર વાત કરીએ તો પ્રથમ ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો ટીમ ઇન્ડિયાએ શાનદાર બોલિંગ કરીને 19.4 ઓવરમાં સમગ્ર ટીમને ઓલ આઉટ કરીએ 160 રન આપ્યા હતા.
160 ના આ મોટા લક્ષને ચેસ કરવા માટે ટીમ ઇન્ડિયા મેદાને ઉતરી હતી પરંતુ ઈશાન કિશન પંથ ની ઓપનિંગ જોડી એક કંઈ ખાસ પ્રદર્શન કર્યું નહીં તો આ સાથે આ મેચમાં સૂર્યકુમાર યાદવ પણ 10 બોલમાં તે રન બનાવીને આઉટ થયો હતો. આ મેચમાં વરસાદ વિલનરુપ સાબિત થયો હતો. ટીમ ઇન્ડિયા 9 ઓવરમાં 75 રન બનાવી 4 વિકેટ ગુમાવી ત્યારે વરસાદ આવતા આ મેચને સ્થગિત કરવામાં આવી હતી જેને કારણે આ મેચ ટાઇ થઈ હતી.
ન્યૂઝીલેન્ડ સામેની આ ત્રીજી મેચમાં આ ઘાતક ખેલાડી ફરી એકવાર ફ્લોપ સાબિત થતાં ચાહકો તેના પર ભારે ગુસ્સે થયા છે. ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે. ન્યૂઝીલેન્ડ સામેની આ ત્રણ મેચોની સમગ્ર સિરીઝમાં સંપૂર્ણ રીતે ક્લોપ સાબિત થયેલ વિકેટકીપર બેટ્સમેન રિષભ પંથ છે. ત્રીજી ટી-ટ્વેન્ટી મેચમાં ફક્ત પાંચ બોલમાં 11 રન બનાવીને ન્યૂઝીલેન્ડના બોલેરો સામે ટકી શક્યો નહીં અને પોતાની વિકેટ ગુમાવી હતી જેના કારણે ચાહકો તેના પર ભારે ગુસ્સા થયા હતા.
રિષભ પંથ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પણ ફ્લોપ સાબિત થયો હતો પરંતુ ફરી એકવાર ન્યૂઝીલેન્ડ સામેની આ ત્રણ મેચોની સિરીઝમાં તેને અંતિમ તક આપવામાં આવી હતી પરંતુ તેમાં પણ તે ખાસ પ્રદર્શન કરી શક્યો નહિ જેના કારણે ચાહકો દ્વારા આ ઘાતક ખેલાડીને બહાર કરવાની મોટી માગો ઉઠી રહી છે. ગુસ્સે થયેલ ચાહકો રિષભ પંથને આડે હાથ લીધો છે અને કહ્યું છે કે તારે હવે ક્રિકેટ છોડી દેવી જોઈએ, આ ખેલાડીને હવે નિવૃત્તિ આપવી જોઈએ.