રવિન્દ્ર જાડેજાના વાઈસ કેપ્ટન બનતાની સાથે જ આ ગુજરાતી ખેલાડીને કરવામાં આવ્યો બહાર…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં પાંચ મેચોની ટી-20 સિરીઝ રમાઈ રહી હતી. આ સિરીઝ થોડા સમય પહેલા જ પૂર્ણ થઈ છે. હવે ભારતીય ટીમ ટૂંક સમયમાં સાઉથ આફ્રિકા પ્રવાસ જવા રવાના થશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાવાની છે. ત્યારબાદ વનડે અને ટેસ્ટ સિરીઝ પણ રમાવાની છે. આ પહેલા હાલમાં એક અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.
આગામી ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને તાજેતરમાં વાઈસ કેપ્ટનની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. બ્રેક બાદ તે હવે ફરી એક વખત ધમાલ મચાવતો જોવા મળશે. તેના અવતાની સાથે જ આ ગુજરાતી ખેલાડીને પણ બહાર કરવામાં આવ્યો છે.
રવિન્દ્ર જાડેજાના કારણે આ ગુજરાતી ખેલાડીને હાલમાં બહાર થવું પડ્યું છે. છેલ્લી બે મેચોમાં તે મેચ વિનર સાબિત થયો હતો છતાં પણ તેને હાલમાં સ્થાન આપવામાં આવ્યું નથી. રવિન્દ્ર જાડેજા વાઈસ કેપ્ટન હોવાના કારણે સ્પીન ઓલ રાઉન્ડર તરીકે તેને જ સ્થાન મળે તેમ હતું. આવા કારણોસર આ ખેલાડીને બહાર થવું પડ્યું છે. તો ચાલો આપણે જાણીએ કે ગુજરાતી ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે ગુજરાતી સ્ટાર ઓલ રાઉન્ડ અક્ષર પટેલને સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ભારતીય ટીમમાં હાલમાં મુખ્ય સ્પીનર તરીકે કુલદીપ યાદવ જોવા મળે છે અને બીજી તરફ સ્પિન ઓલ રાઉન્ડર તરીકે રવિન્દ્ર જાડેજાને પ્રાથમિકતા મળે છે. અક્ષર પટેલ આ સિરીઝમાં બેકઅપ તરીકે સ્થાન મેળવી શકે તેમ હતો પરંતુ વોશિંગ્ટન સુંદરને સામેલ કરવામાં આવ્યો છે.
રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં જોવા મળ્યો નહોતો. જેથી અક્ષર પટેલને તક મળી હતી પરંતુ જાડેજાના વાઈસ કેપ્ટન બનતાની સાથે જ તેને હવે દરેક મેચમાં સ્થાન મળે તેમ છે. જેથી અક્ષરને બહાર કરવામાં આવ્યો છે. હાલમાં જ સમગ્ર મામલો સામે આવ્યો છે. આવી રીતે ઘણા ખેલાડીઓ હાલમાં બહાર થતા જોવા મળ્યા છે.