કેપ્ટન બનતાની સાથે જ હાર્દિક પંડ્યાએ માઈકલ વોનને આપ્યો જડબાતોડ જવાબ કહ્યું- અમારે કોઈને કંઈ…
ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પૂર્ણ થતા હવે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સિરીજો રમવા જઈ રહી છે. હાલ ભારતીય ટીમ સમગ્ર સ્ટાફ સાથે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે. આગામી દિવસોમાં ન્યૂઝીલેન્ડમાં વિવિધ સિરીઝો રમવાની છે. 18 નવેમ્બર થી 22 નવેમ્બર ની વચ્ચે ત્રણ મેચોની સિરીઝ રમવા જઈ રહી છે જેમાં હાર્દિક પંડ્યાને કેપ્ટનની કમાન સોંપવામાં આવે છે.
હાર્દિક પંડ્યા એ ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઈકલ વોન પર તેના નિવેદનનો વળતો જડબાતોડ જવાબ આપ્યો છે. ગત અઠવાડિયે ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં T 20 વર્લ્ડકપની સેમી ફાઇનલ મેચ ઇંગ્લેન્ડ સામે રમાઈ હતી જેમાં ભારતે કારમી હાર મળી હતી જેને લઈને માઈકલ વોને ટીમ ઇન્ડિયાની ભારે ટીકાઓ કરી હતી જેનો વળતો જવાબ આપવા માટે હાર્દિક પંડ્યા એ જડબાતોડ જવાબ આપ્યો છે.
T 20 વર્લ્ડકપની ચેમ્પિયન ટીમ ઇંગ્લેન્ડ સામે ભારતની કારમી હાર મળતા માઈકલ વોને ભારતીય ટીમને વિશ્વ ક્રિકેટ જગતની સૌથી મોટી અંડરપરફોર્મિંગ ટીમ ગણાવી હતી. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન એવા માઇકલ વોને ટીમ ઇન્ડિયા પર ઘણા મોટા સવાલો ઉઠાવ્યા હતા. વોને વિચિત્ર નિવેદન આપતા કહ્યું છે કે ટીમ ઇન્ડિયામાં સારા ખેલાડી હોવા છતાં ખૂબ જ ખરાબ રીતે ટીમનું સંચાલન કર્યું છે.
નવા યુવા ખેલાડીને પ્રથમ પાંચ ઓવર નાખવા શા માટે આપે છે ટીમમાં રહેલ સિનિયર બોલરોને ટીમમાં સ્થાન આપવું જોઈએ. આ નિવેદનનો જવાબ હાર્દિક પંડ્યાએ આપ્યો છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ત્રણ મેચ ની t20 શ્રેણીમાં હાર્દિક પંડ્યા ટીમનું સંચાલન કરી રહ્યો છે જેને કારણે હાર્દિક પંડ્યાએ વોનને જડબાતોડ જવાબ આપ્યો છે હાર્દિક પંડ્યા જવાબ આપતા કહે છે કે મને નથી લાગતું કે આપણે કોઈને સાબિત કરવાની જરૂર છે.
તમને જણાવી દઈએ કે વધુમાં હાર્દિક પંડ્યા કહે છે કે હું સમજુ છું કે લોકો જુદા જુદા મંતવ્યો ધરાવે છે પરંતુ આ એક રમત છે તમે વધુ સારું પ્રદર્શન કરવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છો પરંતુ પરિણામ અંતે જે આવવાનું હોય તે આવીને જ રહેશે વધુમાં કહે છે કે ટીમમાં કેટલીક એવી વસ્તુઓ છે જેના પર વધારે ધ્યાન આપવાની જરૂર છે અમે આગળ ટીમમાં સુધારાઓ કરી રહ્યા છીએ અમારે કોઈને સાબિત કરવાની જરૂર નથી.