રોહિત-હાર્દિક બહાર, BCCIએ રાતોરાત આ ખેલાડીને બનાવ્યો ટી-20 ટીમનો નવો કેપ્ટન…
હાલમાં જ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. હવે ભારતીય ટીમ 23 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે ઘર આંગણે 5 મેચોની મહત્વની ટી-20 સિરીઝ રમવાની છે. આગામી ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને અત્યારથી જ મજબૂત તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. આ સિરીઝ બાબતે હાલમાં બીસીસીઆઇએ એક મહત્વની જાહેરાત કરી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 23 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી 5 મેચોની ટી-20 સિરીઝ રમાવાની છે. ઓસ્ટ્રેલિયા ટીમે થોડા સમય પહેલા જ ખેલાડીઓની જાહેરાત કરી હતી. ગઈકાલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા પણ ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રોહિત અને હાર્દિક જેવા ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ ખેલાડીને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
તાજેતરમાં થયેલ જાહેરાત અનુસાર રોહિત અને હાર્દિક બંનેની છૂટી બાદ રાતો રાત આ ખેલાડીને ટી-20 ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને તેને આ મહત્વની જવાબદારી મળી છે. જો તે સફળ રહેશે તો તેને ઘણો મોટો ફાયદો પણ થઈ શકે તેમ છે. તેની કિસ્મત અચાનક જ ચમકી છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સુપર સ્ટાર ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં ભારતીય સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પહેલેથી તે ટી-20 ફોર્મેટનો બાદશાહ કહેવાય છે. હાલમાં વનડે ફોર્મેટમાં વર્લ્ડકપમાં તે નિષ્ફળ રહ્યો છે પરંતુ ટી-20 ફોર્મેટમાં તેના બેટથી ઘણા રન નીકળતા જોવા મળ્યા છે. આ ઉપરાંત તે કોઈપણ સમયે ગેમ પલટો કરવાની તાકાત પણ ધરાવે છે.
સૂર્ય કુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામે કેપ્ટન શિપ કરીને ભારતને તમામ મેચોમાં જીત અપાવી શકે છે. બીજી તરફ તે રીન્કુ અને જીતેશ શર્મા જેવા નવા ખેલાડીઓને પણ સ્થાન આપી શકે છે. હાલમાં જ તેઓએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ તમામ મેચો તમામ યુવા ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય તેમ છે.