પુજારા-રહાણે બહાર, સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટે 16 સભ્યોની થઈ જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન…
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ઘર આંગણે પાંચ મેચોની ટી-20 સિરીઝ રમી રહી છે. આ સિરીઝ 3 ડિસેમ્બરના રોજ સમાપ્ત થવાની છે. ત્યારબાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટી-20, વનડે અને ટેસ્ટ સીરીઝ રમવાની છે. હાલમાં જ પ્રેસ કોન્ફરન્સ મારફતે આ સિરીઝો માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા મોટા બદલાવો જોવા મળ્યા છે. રોહિત શર્માની વાત કરીએ તો તે હાલમાં ટી-20 અને વનડે ફોર્મેટના કેપ્ટન પદેથી દૂર થયો છે. તે માત્ર ટેસ્ટ ટીમની જ કેપ્ટનશીપ કરતો જોવા મળશે. આ ઉપરાંત સાઉથ આફ્રિકા સામે અન્ય ઘણા ચહેરાઓને સ્થાન મળ્યું છે. તો ચાલો આપણે ટીમ પર એક નજર કરીએ અને જાણીએ કે કોને કોને સ્થાન મળ્યું છે.
સૌપ્રથમ બેટિંગ લાઇનની વાત કરીએ તો રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડને સામેલ કરવામાં આવ્યા છે. આ ખેલાડીઓ હાલમાં જબરદસ્ત ફોર્મમાં જોવા મળ્યા છે. આ ઉપરાંત વિકેટકીપિંગ લાઈનની વાત કરીએ તો ઈશાન કિશન, કેએલ રાહુલને સ્થાન આપવામાં આવ્યું છે. તે બંને પણ ઘણા મહત્વના સાબિત થશે.
બોલિંગ લાઇનની વાત કરીએ તો સ્પીન ઓલ રાઉન્ડર તરીકે રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાને સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ ફાસ્ટ બોલરો તરીકે શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણાને સામેલ કરવામાં આવ્યા છે. આ તમામ બોલરો એક જ સાથે ઘણી વિકેટો લેવા માટે જાણીતા છે. આ મેચો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
ભારતીય ટીમ:- રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન) અને પ્રસિદ્ધ કૃષ્ણા.