INDvsBAN ટેસ્ટ શ્રેણી વચ્ચે આવ્યા માઠા સમાચાર, આ સ્ટાર ખેલાડીએ અચાનક ક્રિકેટમાંથી લીધો સંન્યાસ…
ટીમ ઇન્ડિયા હાલ સમગ્ર સ્ટાફ સાથે બાંગ્લાદેશના પ્રવાસ પર છે. જ્યાં વનડે સિરીઝ પૂર્ણ થઈ છે. ત્યારબાદ હવે ટેસ્ટ શ્રેણીની પ્રથમ 14 ડિસેમ્બરથી શરૂ થઈ છે. વનડે સિરીઝમાં ભારતે કારમી હાર મેળવી હતી. ત્યારબાદ હવે ટેસ્ટ મેચમાં સારી શરૂઆત કરી છે. ટીમ ઇન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન શીપ જીતવા માટે બાંગ્લાદેશ સામેની આ સિરીઝ જીતવી ખૂબ જ અગત્યની છે. પરંતુ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ ટેસ્ટ શ્રેણીની વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.
T20 વર્લ્ડ કપ બાદ વિશ્વની તમામ ટીમો દ્વિપક્ષીય દેશો વચ્ચે T 20, વન-ડે અને ટેસ્ટ શ્રેણી રમતી જોવા મળી રહી છે. ટીમ ઇન્ડિયા હાલ આગામી વર્ષ 2023માં આવી રહેલ વન ડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને મોટી તૈયારીઓ કરી રહી છે. ટીમ ઇન્ડિયા હાલ બાંગ્લાદેશના પ્રવાસ પર છે. પરંતુ બીજી તરફ પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે પણ ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. ઘણા વર્ષો બાદ ઇંગ્લેન્ડ પાકિસ્તાનના પ્રવાસે પહોંચ્યું છે.
વિશ્વની તમામ મોટી મોટી ટીમો આગામી વર્ષ આવી રહેલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા માટે તનતોડ મહેનત કરી રહી છે તમને જણાવી દઈએ કે ભારતીય ટીમને પણ આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે બાંગ્લાદેશ સામેની બંને અને ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી જીતવી ખૂબ જ અગત્યની છે. પરંતુ વિશ્વના ઘણા ખેલાડીઓ ખરાબ પર્ફોર્મન્સ અને વધતી ઉંમરને કારણે નિવૃત્તિ જાહેર કરી રહ્યા છે. તાજેતરમાં જ ક્રિકેટ જગત માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલ ટેસ્ટ મેચ વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન અઝહર અલીએ તાજેતરમાં જ ક્રિકેટ જગતમાંથી સન્યાસની જાહેરાત કરી છે. હાલમાં તેઓ ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણી પણ રમી રહ્યા છે. પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચો પૂર્ણ થઈ છે. હવે ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની છે.
તમને જણાવી દઈએ કે અઝહર અલીએ અત્યાર સુધીમાં 96 ટેસ્ટ મેચ રમી છે.જેમાં તેમણે 7097 રન બનાવ્યા છે. અઝહર અલીએ અત્યાર સુધીમાં પોતાના ટેસ્ટ કરિયરમાં 19 સદી અને 35 અર્ધ સદી ફટકારી છે. અઝહર અલીએ અત્યાર સુધીમાં ઘણા મોટા રેકોર્ડ પણ બનાવી ચૂક્યો છે. તે હવે આવતા સમયમાં ક્રિકેટ રમતો જોવા મળશે નહીં. ચાહકો માટે આ એક મોટો ઝટકો ગણી શકાય. તેમણે 25 વર્ષની ઉંમરે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું.