અક્ષર પટેલે કહ્યું- મેં ભલે 3 વિકેટ લીધી પરંતુ આ ભારતીય ખેલાડી છે અસલી ગેમ ચેન્જર, તેને મળવો જોઇએ શ્રેય…
ગઈકાલે સાંજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાયપુર ખાતે ચોથી ટી-20 મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમના અંતરથી જબરદસ્ત જીત મેળવી છે. આ સાથે જ આ સિરીઝ પણ જીતી લીધી છે. ભારતીય ટીમ ફરી એક વખત બોલિંગ અને બેટિંગ બંને લાઈનમાં ખૂબ જ મજબૂત જોવા મળી છે. મેચ પૂર્ણ થયા બાદ અક્ષર પટેલે એક મહત્વપૂર્ણ નિવેદન પણ આપ્યું હતું.
સંપૂર્ણ મેચની વાત કરીએ તો ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 9 વિકેટે 174 નો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમે 7 વિકેટ ગુમાવીને ફક્ત 154 રન બનાવ્યા હતા. જેથી ભારતીય ટીમને જીત મળી છે. આ મેચમાં અક્ષર પટેલે પોતાની 4 ઓવર દરમિયાન 16 રન આપીને 3 વિકેટ લીધી હતી અને ગેમ પલટો કર્યો હતો છતાં પણ તેણે મેચ બાદ પોતાને નહીં પરંતુ આ ખેલાડીને ગેમ ચેન્જર ગણાવ્યો છે.
અક્ષર પટેલે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે મેં ભલે આજે 3 વિકેટ લીધી પરંતુ આ ભારતીય ખેલાડી અસલી ગેમ ચેન્જર છે. તેના કારણે જ ગેમ પલટો થયો હતો. ભારતીય ટીમને પણ થોડી વખત મુશ્કેલીઓ થઈ હતી પરંતુ તેની શાનદાર બોલિંગના કારણે ભારતને જબરદસ્ત જીત મળી છે. તેને જીતનો શ્રેય આપવો જોઈએ. તો ચાલો આપણે જાણીએ કે આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે અક્ષર પટેલે મેચ પૂર્ણ થયા બાદ દિપક ચહરની બોલિંગ વિશે ઘણી વાતો કહી છે. તેણે જણાવ્યું હતું કે મેં શરૂઆતમાં 3 વિકેટ લીધી પરંતુ ટીમ ડેવિડ અને મેટ શોટ બંને સેટ થઈ ચૂક્યા હતા. તે બંને મેચ જીતાડી શકે તેમ હતા પરંતુ દીપક ચહરે આવતાની સાથે જ તે બંનેની એક સાથે વિકેટ લીધી હતી. જેના કારણે ભારતને ઘણો મોટો ફાયદો થયો હતો. આ સાથે જ જીત પણ મળી છે.
અક્ષર પટેલે વધુમાં જણાવ્યું કે દીપક ચહરની સારી બોલિંગના કારણે જ ગેમ પલટો થયો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમ દબાણમાં જોવા મળી હતી અને તેઓની જરૂરિયાત રનરેટ પણ વધતી જોવા મળી હતી. ભારતીય ટીમ ફરી એક વખત કોમ્બિનેશન બનાવવામાં સફળ રહી છે. આવનારા ટી-20 વર્લ્ડ કપ પહેલા ઘણા નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે.