અક્ષર પટેલે ખોલ્યું દિલ, કહ્યું- હું નહીં પરંતુ આ ખેલાડી છે પ્લેયર ઓફ ધ મેચનો અસલી હકદાર, તેના કારણે જ આજે મળી જીત…

ગઈકાલે બેંગ્લોર ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લી ટી-20 મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે 6 રને વિજય મેળવ્યો છે અને આ સિરીઝમાં 4-1થી જીત મેળવી છે. ભારતીય ટીમની બોલિંગ લાઈન અને બેટિંગ લાઇન ઘણી મજબૂત જોવા મળી છે. મેચ પૂર્ણ થયા બાદ અક્ષર પટેલે એક મહત્વપૂર્ણ બાબત જણાવી હતી.

સંપૂર્ણ મેચની ટૂંકમાં ચર્ચા કરીએ તો ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 160 રનનો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમે આખરી ક્ષણ સુધી બેટિંગ કરીને માત્ર 154 રન બનાવ્યા હતા. જેથી ભારતને જીત મળી છે. આ મેચમાં અક્ષરે બેટિંગ દરમિયાન 31 રન બનાવ્યા હતા અને બોલિંગમાં તેણે 4 ઓવરમાં 14 આપીને એક વિકેટ લીધી હતી. તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો પરંતુ તેણે મેચ બાદ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

અક્ષર પટેલે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે હું નહીં પરંતુ આ ખેલાડી પ્લેયર ઓફ ધ મેચનો હકદાર છે. તેના કારણે જ મેચ પલટો થયો છે. તે પહેલેથી સારી બોલિંગ કરતો આવ્યો છે. જેથી આ એવોર્ડનો અસલી હકદાર તે જ છે. આજની મેચમાં તેણે ઘાતક બોલિંગ કરીને ગેમ ચેન્જ કરી હતી. જેથી જીત મળી છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સુપર સ્ટાર બોલર કોણ છે.

તમને જણાવી દઈએ કે અક્ષર પટેલે મેચ પૂર્ણ થયા બાદ અર્શદીપ અને મુકેશ કુમારની બોલિંગ વિશે ઘણી વાતો કરી છે. તેણે જણાવ્યું હતું કે આજે છેલ્લી ઓવરમાં માત્ર ત્રણ રન આપ્યા હતા અને 1 વિકેટ લીધી હતી. જેના કારણે ગેમ પલટો થયો હતો. બીજી તરફ મૂકેશે પોતાની 4 ઓવર દરમિયાન 32 રન આપીને 3 મહત્વની વિકેટો લીધી હતી. જેના કારણે ઘણી સરળતા રહી છે.

અક્ષરે વધુમાં જણાવ્યું કે અર્શદીપે ફરી એક વખત યોર્કર બોલિંગ કરીને સફળતા બતાવતો જોવા મળ્યો છે. તેના કારણે જ આજે જીત મળી છે. આવા કારણોસર તેને જ આ જીતનો શ્રેય જવો જોઈએ. ભારતીય ક્રિકેટ ટીમ આગામી સમયમાં સાઉથ આફ્રિકા સામે ટી-20, વનડે અને ટેસ્ટ સીરીઝ પણ રમવાની છે. જેમાં પણ સારું પ્રદર્શન થાય તેવી રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *