અક્ષર પટેલ થયો બહાર, સુર્યાએ દગો કરીને પોતાના આ ખાસ ખેલાડીને આપ્યું સ્થાન…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં ચોથી ટી-20 મેચ રમાઇ હતી. જેમાં ભારતીય ટીમે જીત મેળવી છે. હવે આજે પાંચમી ટી-20 મેચ રમાવાની છે. પાંચ મેચોની આ સિરીઝ હવે પૂર્ણ થવાની છે. ભારતીય ટીમે આ સિરીઝમાં જીત મેળવી લીધી છે પરંતુ પાંચમી મેચ અન્ય ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ રહેવાની છે. આ પહેલા હાલમાં એક અન્ય બદલાવના સમાચાર સામે આવ્યા છે.
ચોથી મેચમાં આપણે જોયું હતું કે ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 174 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની ટીમે 154 રન બનાવ્યા હતા. ભારતને 20 રને આ મેચમાં જીત મળી હતી. જેમાં અક્ષર પટેલનો મોટો ફાળો રહેલો છે. તેણે આ મેચમાં પોતાની 4 ઓવર દરમિયાન માત્ર 16 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેણે ગેમ ચેન્જ કરી હતી પરંતુ હવે તે બહાર થશે તેવા સમાચાર મળ્યા છે.
અક્ષર પટેલના કારણે ચોથી મેચમાં ભારતીય ટીમને જીત મળી હતી. તેણે જ ગેમ પલટો કર્યો હતો પરંતુ હવે તેને પાંચમી મેચમાંથી બહાર કરવામાં આવશે. આ પાછળ હાલમાં ચોંકાવનારું કારણ પણ સામે આવ્યું છે. જેથી અક્ષર પટેલને ફરી એક વખત બહાર બેસવું પડી શકે છે અને ખરાબ બાબત ગણી શકાય છે. તો ચાલો આપણે જાણીએ કે શા કારણે અક્ષરને બહાર કરવામાં આવી શકે છે.
તમને જણાવી દઈએ કે સૂર્યકુમાર યાદવ આ સિરીઝમાં દરેક ખેલાડીઓને સ્થાન આપવા ઈચ્છે છે. આવી સ્થિતિમાં વોશિંગ્ટન સુંદરને આવનારી પાંચમી મેચમાં સામેલ કરવામાં આવશે. વોશિંગ્ટન સુંદરના આવતાની સાથે જ અક્ષર પટેલને બહાર થવું પડશે. સુંદર અત્યાર સુધીની એક પણ મેચમાં જોવા મળ્યો નથી. તેની પાસે ઘણી આવડત રહેલી છે. આવી સ્થિતિમાં તેને સામેલ કરવો ખૂબ જરૂરી છે.
વોશિંગ્ટન સુંદર અક્ષરની જેમ જ બોલિંગ અને બેટિંગ બંનેમાં મહત્વપૂર્ણ રહે તેમ છે. તે કોઈ પણ સમયે ગેમ પલટો કરી શકે છે. અક્ષર એક પણ મેચમાં સફળ રહ્યો નહોતો પરંતુ તેણે ચોથી મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં હવે વોશિંગ્ટન સુંદરને પણ અજમાવવામાં આવી શકે છે. ટી-20 વર્લ્ડ કપ પહેલા દરેક ખેલાડીને સારુ પ્રદર્શન કરવાની તક આપવામાં આવશે.