અક્ષર પટેલે 100 મીટરની ફટકારી એવી લાંબી સિક્સ કે જોઇને ચાહકોને આવી રિષભ પંતની યાદ… – જુઓ વિડિયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ 4 મેચોની ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ બીજી મેચનો આજે બીજો દિવસ પૂર્ણ થયો છે. જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 62 રનની મોટી લીડમાં જોવા મળે છે. આ બીજી મેચ ભારતીય ટીમને જીતવી ખૂબ જ અગત્યની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયાને હરાવવું જરૂરી છે.
ઓસ્ટ્રેલિયા સામેની આ બોર્ડર કવર ટ્રોફીની બીજી મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરીને પ્રથમ દિવસે 78.4 ઓવરમાં 263 રન બનાવ્યા હતા.
ત્યારબાદ ભારતીય ટીમ બીજા દિવસે મીટીંગ કરવા માટે મેદાને ઉતરી હતી પરંતુ 262 રન બનાવીને સમગ્ર ટીમ ઓલ આઉટ થઈ હતી. જેમા ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર બેટ્સમેન અક્ષર પટેલે ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. પ્રથમ દાવમાં અક્ષર પટેલે 115 બોલમાં 74 રનની મોટી ઇનિંગ્સ રમી હતી. જેમા ત્રણ મોટી સિક્સ અને 9 ફોર ફટકારી હતી.
ભારતની બેટિંગમાં અક્ષર પટેલ અને અશ્વિને ખૂબ જ જોરદાર યોગદાન આપ્યું હતું. ફરી એકવાર બેટિંગમાં અક્ષર પટેલ ઓસ્ટ્રેલિયા સામે ધૂમ મચાવતો જોવા મળ્યો હતો. તેણે 60મી ઓવરમાં એક જોરદાર 100 મીટરની સિક્સર ફટકારી હતી. આ સિક્સર જોઈને ગ્રાઉન્ડમાં ચાહકો જુમી ઉઠ્યા હતા.
તો કેટલાક ચાહકો ટીમ ઇન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને યાદ કરતા પણ જોવા મળ્યા હતા. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. આ જોરદાર છગ્ગો જોઈને પેવેલિયનમાં બેઠેલા તમામ ભારતીય ખેલાડીઓ ચોંકી ઉઠ્યા હતા. જુઓ વિડિયો