આકાશ ચોપરાના આ નિવેદનથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચ્યો, કહ્યું- આ દિગ્ગજ ખેલાડી હંમેશા માટે ટીમ ઈન્ડિયામાંથી થશે બહાર..

છેલ્લા કેટલાક સમયથી ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર હતી. જ્યાં ત્રણ મેચોની T20 સિરીઝ અને ત્રણ મેચોની વનડે સિરીઝ રમાઈ હતી. જેમાંથી ભારતે T20 સિરીઝમાં 1-0થી મોટી જીત મેળવી હતી. પરંતુ વનડે સિરીઝમાં ટીમ ઇન્ડિયા નિષ્ફળ રહી હતી. તો આ સાથે જ એશિયા કપ અને T 20 વર્લ્ડ કપમાં પણ ટીમ ઇન્ડિયાની બેટિંગ લાઇન અને બોલિંગ લાઇન ખરાબ હોવાને કારણે સંપૂર્ણ રીતે ફ્લોપ સાબિત થઈ હતી.

ત્યારબાદ હવે ટીમ ઇન્ડિયાનો 4 ડિસેમ્બર થી બાંગ્લાદેશ પ્રવાસ શરૂ થઈ રહ્યો છે. બાંગ્લાદેશ પ્રવાસ પર ત્રણ મેચોની વન-ડે સિરીઝ અને બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. પરંતુ આ પ્રવાસ પહેલા ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ મોટું નિવેદન જાહેર કર્યું છે આ નિવેદનને કારણે હાલ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ નિવેદનમાં તેણે આ દિગ્ગજ ખેલાડીને આગામી સમયમાં હંમેશા માટે ટીમ ઇન્ડિયા માંથી બહાર કરવામાં આવશે તેને લઈને મોટી વાત કરી છે.

ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ પોતાના યુટ્યુબ ચેનલના માધ્યમથી આ સમગ્ર નિવેદન જાહેર કર્યું છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર સમીક્ષા કરતી વખતે આકાશ ચોપરાએ સ્ટાર બેટ્સમેન રિષભ પંત વિશે મોટું નિવેદન જાહેર કર્યું છે. તેણે તેના વિશે કહ્યું છે કે મને લાગે છે કે દરેકની નજર રિષભ પંથ પર છે. આવનારો સમય તેના માટે ખૂબ જ મુશ્કેલી ભર્યો રહી શકે છે. બાંગ્લાદેશ સામે આગામી દિવસોમાં ત્રણ મેચોની વન-ડે સિરીઝ શરૂ થવા જઈ રહી છે.

વનડે મેચમાં પંતના આંકડાઓ વધારે ખરાબ નથી. પરંતુ છેલ્લા ઘણા સમયથી રિષભ પંતનું બેટ શાંત રહ્યું છે તો આ સાથે જ ભારતે એશિયા કપ અને T 20 વર્લ્ડ કપ જેવી મોટી ટર્નામેન્ટમાંથી બહાર થયું હતું. તેણે વધુમાં કહ્યું છે કે બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની વન-ડે સિરીઝમાં રિષભ પંત સારુ પ્રદર્શન દેખાડશે નહીં તો તે ટીમમાંથી હંમેશા માટે બહાર કરવામાં આવશે. આ વાતમાં કોઈ નવાઈ નથી. રિષભ પંતને આ સિરીઝમાં છેલ્લી તક આપવામાં આવી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એવા વાતાવરણ પર ચાલે છે કે જો એકવાર કોઈ ખેલાડી ટીમ માટે સારું પ્રદર્શન કરે તો તે ખેલાડી ખૂબ સારો છે એવું વાતાવરણ બની જાય છે. અને કોઈ ખેલાડી ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે અને વારંવાર ફ્લોપ સાબિત થતો હોય તો તે ખેલાડી સારો નથી એવું ખરાબ વાતાવરણ બની જાય છે આ કારણે તે તકો ગુમાવે છે અને તેને સમગ્ર ટીમ માથી હંમેશા માટે બહાર થવું પડતું હોય છે.

રિષભ પંથ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર સંપૂર્ણ રીતે ક્લોપ સાબિત થયો હતો. તેણે T 20 સિરીઝમાં બે મેચમાં 8.50 ની એવરેજથી ફક્ત 17 રન બનાવીને આઉટ થયો હતો. વન-ડે સિરીઝમાં પણ બે મેચમાં 12.50 ની એવરેજ થી 25 રન બનાવીને પેવેલિયન પરત કર્યો હતો. બાંગ્લાદેશ પ્રવાસ પર તેને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ પ્લેઇંગ 11 માં તેને સ્થાન મળશે કે નહીં તેને લઈને કંઈ કહેવું ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *