આકાશ ચોપરાએ કહ્યું IPL 2023ના મીની ઓક્શનમાં આ 3 ઘાતક ખેલાડીઓ બનશે સૌથી મોંઘા….

Ipl 2023 ની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. મંગળવારના રોજ તમામ ફ્રેન્ચાઇઝીઓએ પોતાની ટીમ માંથી રીટેન્શન લિસ્ટ જાહેર કર્યા છે. Ipl 2022નો કપ ગુજરાત ટાઇટન્સે પોતાના નામે કર્યો હતો. Ipl 2023 માં તમામ ટીમોમાં ખૂબ જ મોટા બદલાવો કરવામાં આવી રહ્યા છે તો આ સાથે જ મુંબઇ ઇન્ડિયન્સ માંથી કાયરન પોલાર્ડ જેવા દિગ્ગજ ખેલાડીઓએ ipl માંથી નિવૃત્તિ પણ જાહેર કરી છે.

આ દરમિયાન આકાશ ચોપરાએ પોતાનું મોટું નિવેદન જાહેર કર્યું છે અને એક આગાહીની જાહેર કરી છે. Ipl 2023 ના મીની ઓપ્શનમાં આ ત્રણ વિદેશી ઘાતક ખેલાડીઓ સૌથી મોંઘા સાબિત થઈ શકે છે. Ipl 2023 નું મીની ઓપ્શન 23 ડિસેમ્બરના રોજ કોચીમાં યોજવાનું છે. આઈપીએલની દસે દસ ટીમોએ 15 નવેમ્બર ના રોજ પોતાના ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. અને ટીમોએ કેટલા ખેલાડીઓને બહાર કર્યા છે.

આ તમામ ટીમોની જાહેરાત થતા ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વક ભારતીય ક્રિકેટર અને કોમેન્ટર એવા આકાશ ચોપરાએ મોટી આગાહીની જાહેરાત કરી છે તેમને કહ્યું છે કે ઓસ્ટ્રેલિયાનો કેમરન ગ્રીન ipl 2023ના મીની ઓપ્શનમાં સૌથી મોંઘો ખેલાડી સાબિત થઈ શકે છે. તો આ સાથે જ તેમણે બીજા બે ખેલાડીઓનો પણ સૌથી મોંઘા ખેલાડીઓમાં સમાવેશ કર્યો છે જેમાં સેમ કુરાનને બીજા સ્થાને અને બેન સ્ટોક્સ ને ત્રીજા સ્થાન આપ્યું છે.

આ સમગ્ર નિવેદન આકાશ ચોપરાએ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં ટ્વિટ કરીને જણાવી છે તેમને કહ્યું છે કે જો ગ્રીનનું નામ હરાજીમાં મૂકવામાં આવી શકે છે તો આ ખેલાડી સૌથી મોંઘો સાબિત થઈ શકે છે. અને ત્યારબાદ સેમ કરણ બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી બની શકે છે. તો આ સાથે જ ત્રીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી બેન્ડ સ્ટોક બની શકે છે. 2023ની મીનીઓપ્શન ખૂબ જ રોમાંચિત બની શકે છે.

ઓસ્ટ્રેલિયાના કેમરન ગ્રીને સપ્ટેમ્બર મહિનામાં ભારત સામે યોજાયેલ t20 સિરીઝમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું ત્રણ મેચોની t20 સિરીઝમાં બે અડધી સદી ફટકારી હતી. જોકે તાજેતરમાં યોજાયેલ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ગ્રીને રમ્યો હતો નહીં. તો આ સાથે જ ઇંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર સેમ કરણને t20 વર્લ્ડ કપમાં ખૂબ જ સારૂ પ્રદર્શન કર્યું છે અને ટી ટ્વેન્ટી વર્લ્ડકપની સમગ્ર ટુર્નામેન્ટ માટે તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ પણ મળેલો છે જેથી તે ipl 2023 ના મીની ઓપ્શનમાં સૌથી મોંઘો ખેલાડી સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *