અજીત અગરકરે કહ્યું- ગિલના રિપ્લેસમેન્ટ તરીકે 100 % આ ખેલાડીને જ મળશે સ્થાન…
ભારતીય ટીમ આવતીકાલે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે અફઘાનિસ્તાન સામે વર્લ્ડકપની બીજી મેચ રમવાની છે. વર્લ્ડકપની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવી છે. હવે અફઘાનિસ્તાન સામે પણ જીત મળે તે માટે અત્યારથી જ પ્રેક્ટિસ સેશનો શરૂ કરવામાં આવ્યા છે. આ મેચ પહેલા હાલમાં અજીત અગરકર દ્વારા ઘણા મહત્વના નિવેદનો આપવામાં આવ્યા છે.
એક તરફ ભારતીય ટીમ મજબૂત બની રહી છે તો બીજી તરફ એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. શુભમન ગિલની વાત કરીએ તો તે લાંબા સમયથી ડેન્ગ્યુ બીમારીથી પીડિત જોવા મળ્યો છે. હાલમાં તેને હોસ્પિટલ પણ દાખલ કરવામાં આવ્યો છે. હજુ પણ તેને સ્વસ્થ થવામાં સાત દિવસથી વધારે સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં અજીત અગરકરે તેના રિપ્લેસમેન્ટની વાત કહી છે.
અજીત અગરકરે તાજેતરમાં ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે ગીલની સ્થિતિ હજુ પણ નાજુક છે. તે રમી શકે તેવી હાલતમાં નથી. અમે તેના છેલ્લા મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. આ ઉપરાંત તમે તેના રિપ્લેસમેન્ટ તરીકે આ સુપરસ્ટાર ખેલાડીને તૈયાર કર્યો છે. તેને 100% સ્થાન આપવામાં આવશે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સુપર સ્ટાર ખેલાડી કોણ છે.
હાલમાં મળેલ રિપોર્ટ અનુસાર ઋતુરાજ ગાયકવાડ અથવા યશસ્વી જયસ્વાલ આ બંનેમાંથી કોઈ એક ખેલાડીને ગિલના રિપ્લેસમેન્ટ તરીકે વર્લ્ડ કપમાં સ્થાન આપવામાં આવી શકે છે. ઋતુરાજ આ પદ માટે મોટો દાવેદાર છે કારણ કે તાજેતરમાં જ તેને ઓસ્ટ્રેલિયા સીરિઝમાં ઓપનર તરીકે સ્થાન મળ્યું હતું. આ ઉપરાંત તેની પાસે ઘણો મોટો અનુભવ પણ છે. તેથી તેને તક મળશે.
ઋતુરાજ અને યશસ્વી બંનેને હાલમાં આ પદ માટે તૈયાર રહેવાનું પણ જણાવવામાં આવ્યું છે. તેઓ તાજેતરમાં એશિયન ગેમ્સમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યા હતા. ભારતીય ટીમ પાસે હજુ પણ બેકઅપ લાઈન મજબૂત છે. જેથી વર્લ્ડ કપ જીતવાની મોટી દાવેદાર છે. ગીલ સ્વસ્થ ન થાય ત્યાં સુધી ત્રણ મેચોમાં અન્ય ખેલાડીને સામેલ કરવો ખૂબ જરૂરી છે.