T20 વર્લ્ડ કપ પહેલા ICCએ તમામ ટીમોને યાદ કરાવ્યા આ નવા નિયમો, કહ્યું- સાવધાન રહો નહીંતર…
ક્રિકેટ રસીકો ઘણા સમયથી t20 વર્લ્ડ કપની રાહ જોઈ રહ્યા હતા પરંતુ હવે તેની રાહ સમાપ્ત થઈ રહી છે કારણ કે હવે t20 વર્લ્ડ કપ ને બસ ગણતરીના દિવસો બાકી રહ્યા છે 16 ઓક્ટોબરથી t20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ બોર્ડે બુધવારે 16 ઓક્ટોબરથી શરૂ થતા આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે અમુક નવા નિયમો તમામ ટીમોને યાદ કરાવ્યા છે.
તમામ ટીમો t20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા હાલ પહોંચી ચૂકી છે અને આ વર્લ્ડ કપ ની રેસમાં આગળ નીકળવા માટે તમામ ટીમો તન તોડ મહેનત કરી રહી છે. હાલ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટેની પ્રેક્ટિસ મેચ રમાઈ રહી છે. ટી 20 ક્રિકેટની આ સૌથી રોમાંચક રમતને જોતા નિર્ણકો દ્વારા અમુક ઉત્પન્ન થતી આપત્તિમાં તે ક્ષણોએ યોગ્ય નિર્ણય લેવા અમુક નિયમો બનાવવામાં આવ્યા છે.
Icc દ્વારા આર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સંખ્યાબંધ ઘણા બધા ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે જે એક ઓક્ટોબરથી અમલમાં આવી હતી જે આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ચર્ચાનો વિષય બની શકે છે. Icc દ્વારા બુધવારે તેની ઓફિશિયલ વેબસાઈટ ઉપર તમામ ટીમોને ચેતવણી આપવામાં આવી હતી.
આ શોર્ટ ડીફરન્સ ફોર્મેટમાં આ ફેરફારો ઓસ્ટ્રેલિયામાં રમવામાં આવેલ t20 વર્લ્ડ કપમાં વધુ નિર્ણાયક ક્ષણ બની શકે છે. વૈશ્વિક ક્રિકેટ સંચાલક મંડળ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમામ ટીમ તેમના સ્પોટ સ્ટાફ અને ખેલાડીઓએ આ પાંચ મોટા ફેરફારો પર ધ્યાન કેન્દ્રિત કરવું ચાલો આ પાંચ મોટા ફેરફારો વિશે વિગતવાર વાત કરીએ.
આ નિયમો કંઈક એવા છે કે 1. નોન સ્ટ્રાઈકરને ક્રીઝ કરવો જરૂરી છે. 2. કોઈપણ બોલર લાળનો ઉપયોગ કરી શકશે નહિ.3. નવા બેટ્સમેને બે મિનિટની અંદર સ્ટ્રાઈક લેવી પડશે.4. પીચની બહાર જતા બોલ પર ટીમને રન નહીં મળે. 5. ફિલ્ડરનું અયોગ્ય વર્તન પાંચ રનની પેનલ્ટી અપાવી શકે.