ટોસ જીતીને અફઘાનિસ્તાને લીધી બેટિંગ, રોહિતે આ સિનિયર ખેલાડીને કર્યો ટીમમાંથી બહાર…
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે હાલમાં દિલના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે જબરદસ્ત મેચ રમાઈ રહી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા સામે ભારતે શાનદાર જીત મેળવી હતી. આજની મેચમાં જીત મેળવવા છેલ્લા બે દિવસથી સતત પ્રેક્ટિસ કરવામાં આવી હતી. ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવાની સૌથી મોટી દાવેદાર છે. આ ઉપરાંત હાલમાં બદલાવોને લઈને મહત્વના સમાચાર આવ્યાં છે.
સમગ્ર મેચની વાત કરીએ તો અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આવા કારણોસર ભારતીય ટીમ પ્રથમ બોલીંગ કરતી જોવા મળી છે. બંને ટીમોના કેપ્ટનો દ્વારા આ મેચમાં ઘણા બદલાવોના નિર્ણયો લેવામાં આવ્યા છે. રોહિત પણ આક્રમક મોડમાં જોવા મળ્યો છે. તેણે આ સિનિયર ખેલાડીને અચાનક જ આ મેચમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે.
તાજેતરમાં જ રોહિતે ટોસ દરમિયાન જણાવ્યું હતું કે આજની પીચ કંઈક અલગ જ છે. આવા કારણોસર આ સિનિયર ખેલાડીને બહાર કરવામાં આવ્યો છે. તે ઓસ્ટ્રેલિયા સામે કઈ ખાસ કરી શક્યો નહોતો. બીજી તરફ આગામી મેચોને ધ્યાનમાં રાખીને દરેક ખેલાડીઓને તક મળે તે પણ જરૂરી હતું. જેથી તેને બહાર કર્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ સિનિયર ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર રવિચંદ્રન અશ્વિનને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. અશ્વિન ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં વિકેટ લેવા માટે તડપડતો જોવા મળ્યો હતો. બીજી તરફ શાર્દુલને સ્થાન મળવું ખૂબ જરૂરી હતું. આગામી મેચોને ધ્યાનમાં રાખીને બેટિંગ ઓપ્શનને અજમાવવો જરૂરી હતો. આવા કારણોસર અશ્વિનને બહાર કરીને શાર્દુલને સ્થાન આપવામાં આવ્યું છે.
અશ્વિન અત્યાર સુધી ઘણી મોટી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમને વિજય અપાવી ચૂક્યો છે પરંતુ મહેન્દ્રસિંહ ધોનીના ગયા બાદ તેને કાયમી સ્થાન મળ્યું નથી. જેના કારણે ઘણો હારનો સામનો પણ કરવો પડ્યો છે છતાં પણ આજે તેને બહાર કરવામાં આવ્યો છે. આ એક ખરાબ નિર્ણય પણ ગણી શકાય છે. ભારતીય ટીમ ફરી એક વખત બદલાયેલી જોવા મળી છે.